શું તમને પણ મુસાફરી દરમિયાન ઉલ્ટી થાય છે? તો તમારી બેગમાં આ 3 વસ્તુઓ ચોક્કસ રાખો

ઘણીવાર તમે જોયું હશે કે કેટલાક લોકોને મુસાફરી દરમિયાન અચાનક ઉલ્ટી થવા લાગે છે અને તેના કારણે લોકો મુસાફરી કરવાનું ટાળે છે.કારણ કે કાર,બસ કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેટલાક લોકોનું શરીર વાહનની સ્પીડ પ્રમાણે એડજસ્ટ થઈ શકતું નથી.આવી સ્થિતિમાં પ્રવાસ યાદગાર બનવાને બદલે પીડાદાયક બની જાય છે.જો તમે પણ મુસાફરી દરમિયાન ઉલ્ટીની સમસ્યાથી પરેશાન છો,તો તમારી બેગમાં 3 વસ્તુઓ ચોક્કસ રાખો જે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

આદુથી મળશે રાહત મુસાફરી દરમિયાન જે વ્યક્તિને ઉલ્ટી થતી હોય તેણે આદુનો ઉપયોગ અવશ્ય કરવો.કારણ કે આદુ એક આયુર્વેદિક ઔષધી છે સાથે સાથે ચા કે શાકભાજીનો સ્વાદ પણ વધારનાર છે.જ્યારે પણ કોઈને ઉબકા કે ઉલ્ટી જેવું લાગે તો આદુનું સેવન કરવું જોઈએ.એટલા માટે તમારે મુસાફરી દરમિયાન તમારી બેગમાં કાચું આદુ અવશ્ય રાખવું અને જ્યારે પણ તમને ઉલટી થવાનું મન થાય ત્યારે થોડું આદુ ચાવી લો.તમને આનો ફાયદો ચોક્કસ મળશે.

લીંબુ વધુ સારું જો તમે મુસાફરી દરમિયાન ઉલ્ટીની સમસ્યાથી પરેશાન છો,તો લીંબુ પણ એક ફાયદાકારક ઉપાય છે.કારણ કે લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે,જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. એટલા માટે પ્રવાસમાં તમારી સાથે લીંબુ રાખો અને જ્યારે પણ તમને ઉબકા આવે ત્યારે લીંબુ કાપીને ચૂસી લો.લીંબુનો રસ ચૂસવાથી તમને ઉલ્ટીમાં આરામ મળશે.

તુલસીનો ઉપયોગ કરો ચા બનાવતી વખતે જો તેમાં તુલસીના પાન મિક્સ કરવામાં આવે તો તેનો સ્વાદ ઉત્તમ બને છે.તુલસી પૂજનીય હોવા ઉપરાંત અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે.તે ઉલ્ટી રોકવા માટે રામબાણ સાબિત થઈ શકે છે. મુસાફરી દરમિયાન તમારી સાથે તુલસીના કેટલાક પાન રાખો અને જ્યારે પણ તમને ઉલટી થવાનું મન થાય ત્યારે 4-5 પાન ચાવો.જો તમે ઈચ્છો તો તુલસીના પાનનો રસ એક બોટલમાં કાઢી લો અને જ્યારે તમને ઉલટી થવા લાગે ત્યારે મધ મિક્સ કરીને પીવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »