શું તમને ખબર છે કે રોજ જીભ ને સાફ કરવા થી પેટને મળે છે,આવાં ફાયદા મળે છે….
આપણે સૌ જ્યારે રોજ સવારે બ્રશ કરીએ ત્યારે જીભની સફાઈ પણ કરતા હોઈએ છીએ.પરંતુ શું તમે વિચાર્યું છે કે,રોજ જીભની સફાઈ કરવી કેમ જરૂરી છે?જીભનો સીધો સંબંધ આપના પેટ સાથે હોય છે.આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે,આપણી જીભ પર સફેદ,પીળી,ઘાટી લીલી,કાળી કે ભૂરા રંગની પરત જોવા મળે છે.જે દર્શાવે છે કે,શરીરમાં વિષાક્તતાનું સ્તર બહુ વધી જાય છે.
સફેદ જીભ દર્શાવે છે કે,શરીરમાં કફ અસંતુલિત થઈ જાય છે,પીળી જીભ દર્શાવે છે કે,શારીરમાં પિત્ત દોષનું સંતુલન બગડી ગયું છે,પીળી જીભ દર્શાવે છે કે,શરીરમાં પિત્ત દોષનું સંતુલન બગડી ગયું છે.જો કાળી કે ભૂરી જીભ દર્શાવે છે કે,વાત દોષનું અસંતુલન થયું છે.આ સિવાય જીભ પર પીળી પરત તક્ત ધાતુનો સંકેત આપે છે.
પેટને સ્વસ્થ રાખવા માટે શરીરમાં આ બધા જ દોષોને સંતિલિત રાખવા બહુ જરૂરી છે.આ સિવાય તમે જે પણ કઈં ખાઓ-પીઓ,જીભ પર રહેલ ગંદકી,નુકસાનકારક બેક્ટેરિયા અને ટૉક્સિન્સ સીધા પેટમાં પ્રવેશી જાય છે અને ગટ હેલ્થને પણ પ્રભાવિત કરે છે.એટલે જ આયુર્વેદ સલાહ આપે છે કે,રોજ જીભની સફાઈ કરવી જરૂરી છે.ડાયટીશિયન મનપ્રીત જણાવે છે કે,પેટના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે નિયમિત જીભની સફાઈ કરવી જોઈએ.આજે અમે તમને જણાવી રહ્યા છીએ,જીભની સફાઈથી સ્વાસ્થ્યને મળતા ફાયદા વિસ્તૃતમાં.
શ્વાસમાં આવતી દુર્ગંધ દૂર થાય છે જીભ સાફ કરવાથી મોંમાં રહેલ બેક્ટેરિયા સાફ કરવામાં મદદ મળે છે અને આ બેક્ટેરિયા મોં દ્વારા પેટમાં પ્રવેશતા નથી.તેનાથી મોં અને દાંત સ્વચ્છ રહે છે અને દાંતમાં કિટાણુ પડતા નથી.શ્વાસમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.
પાચનમાં સુધારો થાય છે જ્યારે પણ તમે જીભની સફાઇ કરો ત્યારે જીભ પર જમા થયેલ શ્લેષ્મ દૂર કરવામાં મદદ મળે છે,જે રિસેપ્ટર્સને બ્લોક કરે છે.આ નુકસાનકારક બેક્ટેરિયા જ્યારે તમારા પેટમાં જાય ત્યારે તેનાથી તમારાં આંતરડાંનું સ્વાસ્થ્ય અને પાચન પ્રભાવિત થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે જીભ સાફ કરવાથી નુકસાનકારક બેક્ટેરિયા,ટૉક્સિન્સ જમા થતા અટકે છે.આ બેક્ટેરિયા અને ટૉક્સિન્સ પેટમાં જાય તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.
અંગોની કાર્યશૈલીમાં સુધારો થાય છે આપણી જીભમાં ઘણા એક્યૂપ્રેશર પોઈન્ટ્સ હોય છે.જ્યારે પણ તમે જીભની સફાઈ કરો ત્યારે તે અંગોને એક્ટિવેટ કરે છે અને ફંક્શનમાં સુધારો કરે છે.
ટેસ્ટ બડ્સમાં સુધારો કરે છે જ્યારે પણ તમારી જીભ પર નુકસાનકારક બેક્ટેરિયા અને ટૉક્સિનની પરત સાફ કરવામાં આવે ત્યારે ટેસ્ટ બડ્સ સારી રીતે અને પ્રાકૃતિક રૂપે કાર્ય કરવામાં સક્ષમ બને છે.
ડાયટીડિયન મનપ્રીત સલાહ આપે છે કે,રોજ સવારે દાંતની સફાઈ કર્યા બાદ જીભની સફાઈ ચોક્કસથી કરવી જોઈએ.તેનાથી જીભ પર જમા થયેલ નુકસાનકારક બેક્ટેરિયા પેટમાં પ્રવેશી નહીં શકે.
જીભને સાફ કરવા માટે તાંબાના સ્ક્રેપર એટલે કે ઉલીયાનો ઉપયોગ કરવો જોઈએ,કારણકે તેમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે,જેનાથી બેક્ટેરિયાને સાફ કરવામાં મદદ મળે છે.