વૃદ્ધાશ્રમમાં એક ટેબલે જમ્યાં અને થયો પ્રેમ,પહેલીવાર મળ્યાં ને થયો પ્રેમ અને પછી કર્યાં લગ્ન, જોઈને તમે પણ દંગ રહી જશો…
કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી,પ્રેમ કોઈ પણ ઉંમરે થઈ શકે છે.આજે અમે તમને એક એવી લવ સ્ટોરી વિશે જણાવીશું જે આ કહેવતને સાચી બનાવે છે,જેને જાણીને તમે પણ કહેશો કે આને ખરેખર સાચો પ્રેમ કહેવાય છે.
સવિતા બેન અને વિજયભાઈ બંનેના પરિવારમાં કોઈ નહોતું.એકલા હોવાથી તેઓ પાલીના એક વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા હતા.બંને એકલા હોવાથી તેમને જીવનમાં કોઈની મદદની જરૂર હતી તેથી તેઓ વૃદ્ધાશ્રમમાં જીવન વિતાવી રહ્યા હતા.
જ્યાં મીઠી બેન અને વિજય ભાઈ ડાઈનીંગ ટેબલ પર મળ્યા.ત્યાંથી બંનેની વાતચીત શરૂ થઈ અને બંનેની વાર્તા એક સરખી હોવાથી બંનેને એકબીજામાં ખૂબ રસ પડ્યો અને તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.
તેઓ બંને બાકીનું જીવન સાથે વિતાવવાનું નક્કી કરે છે અને વૃદ્ધાશ્રમના મંદિરમાં ગાંઠ બાંધે છે.આજે બંને એકબીજાને ટેકો આપીને પોતાનું જીવન જીવી રહ્યા છે.આ વર્ષે સવિતા બેને પણ તેમના પતિ વિજય ભાઈ માટે કરવાચૌથનું વ્રત રાખ્યું હતું.
આજે તેમનો પ્રેમ સોશિયલ મીડિયા પર ખૂબવાયરલ થઈ રહ્યો છે.બંનેના લગ્નમાં વૃદ્ધાશ્રમના તમામ લોકો હાજર રહ્યા હતા.લગ્ન તેમના મંદિરમાં ખૂબ ધામધૂમથી થયા.બંનેને કોઈ સંતાન નથી.તેથી હવે તેઓ એકબીજાને સપોર્ટ કરી રહ્યા છે.આજે બંને વૃદ્ધાશ્રમમાં શાંતિથી જીવન વિતાવી રહ્યા છે.