હિન્દુસ્તાની છોરા પર પાગલ થઈ ગોરી મેડમ,પ્રેમનો એવો જાદુ છવાયો કે લગ્ન કરવા દોડી આવી ભારત…
ફ્રાન્સના પેરિસની યુવતી અને બેગૂસરાયના યુવકના ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન થયા.6 વર્ષમાં મિત્રતા પ્રેમમાં પરિવર્તી અને બંને લગ્નના બંધનમાં બંધાયાં.બિહારના બેગૂસરાયમાં પોતાના પ્રેમીને જીવનસાથી બનાવવા માટે ફ્રાન્સના પેરિસની એક યુવતી બેગૂસરાય આવી હતી.વિદેશી કન્યાને જોવા લોકોની ભીડ જામી હતી,ભારતીય સનાતન પરંપરા અનુસાર બંનેએ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન કર્યાં હતાં.
ભારતીય રીતિ-રિવાજ સાથે લગ્ન સંપન્ન થયા બાદ સોમવારે દિવસભર વિદેશી કન્યાને જોવા લોકોની ભીડ જામી હતી.કિસ્સો ભગવાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કટાહરિયા ગામનો છે,જ્યાં રામચંદ્ર સાહના પુત્ર રાકેશ કુમારે પેરિસ સ્થિત બિઝનેસમેન મેરી લોરી હેરેલ સાથે સનાતન પરંપરા અનુસાર લગ્ન કર્યા હતા.લગ્ન કરવા માટે યુવતી પેરિસથી આવી હતી.એટલું જ નહીં,યુવતીના પરિવારના સભ્યો પણ સાથે આવ્યા હતા.બંને આવતા સપ્તાહે પેરિસ પરત ફરશે.
વરરાજા રાકેશ કુમારના પિતા રામચંદ્ર સાહે જણાવ્યું હતું કે તેમનો પુત્ર દિલ્હીમાં રહીને દેશના અલગ-અલગ ભાગોમાં ટૂરિસ્ટ ગાઇડ તરીકે કામ કરતો હતો.આ દરમિયાન તેની મિત્રતા લગભગ 6 વર્ષ પહેલાં ભારત ફરવા આવેલી મેરી સાથે થઈ હતી.
ભારતથી પરત ફર્યા બાદ બંને વચ્ચે વાતચીત ચાલુ રહી.ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ.લગભગ 3 વર્ષ પહેલાં રાકેશ પણ પેરિસ રહેવા ગયો હતો.ત્યાં તેણે મેરી સાથે ભાગીદારીમાં કાપડનો વ્યવસાય શરૂ કર્યો.કાપડનો ધંધો કરતાં બંનેનો પ્રેમ ગાઢ થયો.જ્યારે મેરીના સંબંધીઓને આ વાતની જાણ થઈ તો તેમણે બંનેનાં લગ્નને મંજૂરી આપી દીધી.
લગ્નનું સૌપ્રથમ આયોજન પેરિસમાં જ કરવામાં આવ્યું હતું,પરંતુ પુત્રવધૂ મેરીને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ પસંદ હતી.તેણે ભારત આવીને રાકેશ કુમારના ગામમાં લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો.આ પછી મેરી તેનાં માતા-પિતા અને રાકેશ સાથે ગામમાં આવી હતી,જ્યાં રવિવારે રાત્રે ભારતીય સનાતન પરંપરા અનુસાર બંનેએ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન કર્યાં હતાં.