હિન્દુ ધર્મમાં લીલુ તોરણ એટલે શું? તે શા માટે લગાવાય છે? શું છે તેના લાભ?
હિંદુ ધર્મશાસ્ત્રોમાં ઘણીવાર કોઈ પણ શુભ કાર્યના વર્ણનમાં દરવાજા પર તોરણ બાંધવાની વાત કરવામાં આવી છે. શું છે આ તોરણ અને કેમ બાંધવામાં આવે છે. આખરે શું છે તેના લાભ? શું વૈજ્ઞાનિકો પણ આ વાત સાથે સહમત છે? આજે આપણે આ વિશે ચર્ચા કરીશુ.
લગ્ન સગાઈ, મુંડન, યજ્ઞોપવિત, ગૃહ પ્રવેશ, ભગવાન સત્યનારાયણની કથા અને અન્ય અનેક શુભ કાર્યો સમયે ઘરના દરવાજા પર આંબાના પાનના તોરણ લગાવવામાં આવે છે. વાસ્તવમાં શાસ્ત્રો કહે છે કે જે ઘરમાં તોરણ બાંધેલું હોય ત્યાંથી નકારાત્મક શક્તિઓને તે દૂર રાખે છે. મુખ્ય દરવાજા પર આંબાના પાન બાંધવાનો નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે આપણા શુભ કાર્યો સિદ્ધ થાય અને નકારાત્મક શક્તિઓ અને વિકારોને દૂર રાખી શકાય.
શું છે વૈજ્ઞાનિક મત ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે કેરીના પાંદડા લાંબા સમય સુધી ઓક્સિજનનુ ઉત્સર્જન કરે છે. જેના કારણે વાતાવરણ શુદ્ધ રહે છે અને પ્રદૂષિત હવા, પ્રદૂષણ, ઝેરી વાયુઓ વગેરેના કણો કેરીના પાન હોય તે જગ્યાએ પ્રવેશી શકતા નથી. એટલા માટે આપણે ત્યાં આંબાના પાનને શુભ કાર્યોમાં બાંધવામાં આવે છે.
શું છે લાભ આંબાના પાન બાંધવાથી વાતાવરણ શુદ્ધ રહે છે.આંબાના પાનનો સ્પર્શ મન અને મગજને ઠંડક આપે છે.શુભ કાર્યોમાં આંબાના પાનનો ઉપયોગ કરવાનો હેતુ એ છે કે તે મહત્તમ અને લાંબા સમય સુધી ઓક્સિજનનુ ઉત્સર્જન કરે છે.આંબાના લાકડાનો ઉપયોગ હવન, યજ્ઞ વગેરેમાં થાય છે.
આંબાના ઝાડની છાલ, પાંદડા અને ફૂલોનો ઉપયોગ વિવિધ આયુર્વેદિક દવાઓમાં થાય છે.ગૃહપ્રવેશ સમયે દરવાજા પર તોરણ બાંધવાથી ઈચ્છિત કાર્યમાં કોઈ અવરોધ નથી આવતો અને કાર્ય સિદ્ધ થાય છે.ભગવાન નારાયણને માળા સ્વરૂપે આંબાના પાન અર્પણ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
આંબાના પાન પસંદ કરતી વખતે એ વાતનુ ધ્યાન રાખો કે તેઓ ફાટેલા કે કપાયેલા ન હોવા જોઈએ. તેમાં કોઈ જંતુઓ વગેરે ન હોવા જોઈએ. પાંદડા જાળીવાળા ન હોવા જોઈએ.માળા અથવા તોરણ સ્વચ્છ અને આખા પાંદડામાંથી જ બનાવવુ જોઈએ.