યુવક ની પોતાની કંપની ચાલું કરવાં રાખેલ માનતા પૂરી કરવા મોગલ ધામ જતાં થયું એવું કે
માતા મોગલ ની માનતા રાખી હોય અને તે પૂરી ન થાય તેવું આજ સુધી બન્યું નથી.ઘણા ભક્તોને તો એવા પરચા ની અનુભૂતિ પણ થઈ છે કે જેમાં માતા મોગલ ના દર્શન કર્યા હોય અને દુઃખ દૂર થઈ જાય.માથા મોગલ હંમેશા પોતાના ભક્તોના દુઃખ દૂર કરે છે.
આવી જ રીતે હજારોની સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા આવે છે.મોગલ ધામની ખાસિયત એ પણ છે કે અહીં એક પણ રૂપિયો સ્વીકારવામાં આવતો નથી.મણીધર બાપુ નું કહેવું છે કે માતા મોગલ ઉપર શ્રદ્ધા રાખવી એ જ જરૂરી છે માતા મોગલ પૈસાના ભૂખ્યા નથી.
કબરાઉ ખાતે મણીધર બાપુ પણ બિરાજે છે.તેમના આશીર્વાદ લેવા માટે પણ લોકો દૂર દૂરથી આવે છે.મણીધર બાપુ પણ ભક્તોને હંમેશા સમજાવે છે કે અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ.
તાજેતરમાં જ એક યુવક મણિધર બાપુ પાસે પહોંચ્યો હતો અને તે દમણથી આવ્યો હતો.તેને મણીધર બાપુને 51 હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે તે પહેલી વખત કબરાઉ આવ્યો છે.
સાથે જ યુવકે જણાવ્યું કે તે ઘણા સમયથી પોતાની કંપની શરૂ કરવા ઈચ્છતો હતો.પરંતુ કોઈને કોઈ સમસ્યા આવી જતી હતી.પરંતુ માતા મોગલ ની માનતા રાખ્યા પછી જ્યારે તેને પ્રયાસ કર્યો ત્યારે તેને સફળતા મળી
તેની કંપની શરૂ થઈ ગઈ અને તેને ફાયદો પણ થયો. કંપની થી થયેલા નફાના 51 હજાર રૂપિયા લઈને તે કબરાવ આવ્યો હતો. જોકે મણીધર બાપુએ તે રૂપિયા હાથમાં લઈને યુવકને પરત આપી દીધા. તેમણે કહ્યું કે માતા મોગલ એ તેની માનતા સ્વીકારી લીધી છે હવે આ રૂપિયા તેના ઘરની દીકરીઓને આપી દેવામાં આવે.