પરેડ ગ્રાઉન્ડમાં પરેડ કરતાં સૈનિકો ને જોય કુકડાએ એવી નકલ કરી કે લોકો જોતાં રહી ગયા…
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ફની વીડિયો જોઈને યુઝર્સનો દિવસ પસાર થાય છે.કેટલાક વીડિયો એટલા રસપ્રદ અને રમુજી હોય છે કે તેને જોતી વખતે લોકો હંસી હંસીને લોટપોટ થઈ જતા હોય છે.આવો જ એક ફની વીડિયો હાલમાં વાયરલ થયો છે,જેમાં એક કુકડો પરેડ કરતા જવાનોની નકલ કરતો જોવા મળી રહ્યો છે.પરેડિંગ સૈનિકોની નકલ કરતા આ કુકડાને જોઈને તમે ખુશ થઈ જશો.આવો ફની વીડિયો તમે ક્યારેય નહીં જોયો હોય.
ટ્વિટર (Twitter) પર હાલમાં એક મજદાર વીડિયો સામે આવ્યો છે,જેને જોઈને કોઈ પણ ચોંકી જશો.વીડિયો જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે કે એક કુકડો પણ આ રીતે પરેડ કરી શકે છે.હા,તમે સાચું જ સાંભળ્યું,આ વાયરલ વીડિયોમાં તમે કુકડાની પરેડ જોશો.
wow! pic.twitter.com/3gzJZXeMTl
— ViralPosts (@ViralPosts5) January 3, 2023
જો કે,તમે ઘણીવાર કૂતરા,ચિમ્પાન્ઝી,પાંડા વગેરે પ્રાણીઓને માણસોની નકલ કરતા જોયા હશે,પરંતુ આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ કુકડો મનુષ્યની નકલ કરી રહ્યો હોય.
એક તરફ સૈનિકો પરેડ કરી રહ્યા છે અને બીજી બાજુ કૂકડો સૈનિકોની બરાબર નકલ કરી રહ્યો છે.કુકડાની પરેડ મૂવ જોઈને બધા તાળીઓ પાડીને ખુશ થવા લાગે છે.આનાથી કુકડાનું મનોબળ વધે છે.આત્મવિશ્વાસથી ભરપૂર તે પરેડિંગમાં તલ્લીન થઈ જાય છે.આ દ્રશ્ય ખૂબ જ રમુજી છે.