માહિતી ખાતા સેવાનિવૃત્ત તમામ વર્ગના અધિકારી કર્મચારીઓની વાર્ષિક સાધારણ સભા ગાંધીનગર ખાતે પંચાયત પરિષદ ભવનમાં સૂર્યકાંતભાઈ બારોટના સ્થાને આજે મળી હતી
માહિતી ખાતાના સેવા નિવૃત અધિકારી કર્મચારીઓની મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી.
માહિતી ખાતા સેવાનિવૃત્ત તમામ વર્ગના અધિકારી કર્મચારીઓની વાર્ષિક સાધારણ સભા ગાંધીનગર ખાતે પંચાયત પરિષદ ભવનમાં સૂર્યકાંતભાઈ બારોટના સ્થાને આજે મળી હતી. જે બેઠકમાં મંત્રી એમ.પી. કાકડિયાએ ગત વર્ષમાં થયેલ કામગીરી વગેરેની રૂપરેખા આપી હતી. જ્યારે નાયકભાઈએ યોજાયેલ પ્રવાસ વગેરે ની વિસ્તૃત વિગતો આપી હતી.
આ બેઠકમાં 50 જેટલા નિવૃત્ત કર્મચારી અધિકારીઓ હાજર રહ્યા હતા. તેઓએ ગત વર્ષમાં યોજેલા કાર્યો પ્રયાસ વગેરેના અનુભવ નરેશ ચૌધરી,એલ. આર. રાજપૂત, કુમારભાઈ ચાવલા,દવેભાઈ વગેરે પ્રાસંગિક પ્રવચન કરી પ્રવાસ અંગેના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. વર્ષ દરમિયાન ધામમાં ગયેલા કર્મચારીઓ અને અધિકારીઓએ તેમજ તેમના કુટુંબીજનોને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટ મૌન પાડી શોક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા