ભાષા શબ્દોની હોય કે મૌનની વ્યવહાર શાણપણનો હોય કે ગાંડપણનો જેને માટે હોય તેને સમજાય એ જરૂરી. વાતો તો ઘણી છે બોલવાની ને સાંભળવાની જે વાતો માન જાળવે, સમય સાચવે ને માન વધારી જાય એ જરૂરી છે મારી નજરે…
૨૪ એપ્રીલ 2020 નો એ દીવસ ફુલ લોકડાઉન નો સમય,
હું પાકીસ્તાન બોર્ડર ઉપર ગયેલો લગભગ રાજકોટ થી ૪૮૦ કીમી દુર કચ્છ ના હાજીપીર થી ઉપર ૭૦ કીમી ઉપરની સાઈડ જયાંથી પાકીસ્તાન બોર્ડર ફક્ત આઠેક કિમી દૂર આવેલુ છે ત્યા, સરકારી પરમિશન ફક્ત 24 કલાકની મળેલી અને કામ પતાવી તરત જ ત્યાથી રવાના થવાનું હતું કેમકે એ આખો વિસ્તાર બી એસ એફ ના અંડર આવે ત્યા માણસ તો જનાવર પણ તમને જોવાં ના મળે ત્યાથી રીટર્ન નીકળતી વખતે મીત્ર રાજ ભાઈ Raj Meriya નો સંપર્ક સતત ચાલું હતો હું આમ તો મહિનામાં બે વખત કચ્છ માં હોય જ પણ લોક ડાઉન ને કારણે હમણાથી રોટેશન ફરી ગયું છે એટલે નથીં જય શકતો.
પણ એ દીવશ એટલે કે ૨૪ એપ્રીલ ના રોજ રાજ ભાઈ એ મને ઘરે બોલાવ્યો હું તો એ સાઈડ કયારેય ગયેલૉ ન્હોતો પણ મોબાઇલ લોકેશન ના આધારે ભુજ રાજકોટ હાઈવે ઉપર થી અંદર ની સાઈડ 10/12 કીમી અંદર રાજ ભાઈનું ગામ મોડપર આવેલું છે ત્યા સાંજના સાત વાગ્યા આસપાસ પહોંચેલો, મારાં માટે તો આ સમયે રાજ ભાઈની મદદ લોટરી સમાન જ હતીં કેમકે આખાં રસ્તે કયાંય પણ મને ચા સુધ્ધા પીવા ન્હોતી મળી,ઘણાં સમયે તમારાં કરોડો રૂપિયા પણ કોડી સમાન બની જાઈ એ સમય એટલે લોકડાઉન નો સમય લોકો એટલાં ડરેલા હતાં કે પોતાનાં સગાં વહાલાં થી પણ દુરી બનાવી રાખતાં હતાં,
કોરોના ના હીસાબે એવાં સમયે મારાં જેવાં રખડુ નો હાથ પકડનાર મને પ્રેમથી જમાડનાર અને મહેમાન નવાજી કરનાર રાજ ભાઈ અને રમેશભાઇ બન્ને જ હતાં! રમેશભાઇ એ જતી વખતે મદદ કરેલી અને રાજ ભાઈ એ રાજકોટ રીટર્ન આવતી વખતે મદદ કરેલી.જે હું ક્યારેય નહીં ભૂલું! એમનાં મમ્મી પપ્પા નો આદર સત્કાર પ્રેમ ભાવ
અને મહેમાન નવાજી હંમેશા યાદ રહેશે. મિશન શું છે મને ખબર નથીં પરંતુ મારાં થી જે કોઈ સમાજ સેવાકાર્ય થાય છે એ હું જરૂર કરું છું આજ સોસિયલ મીડિયાનો સહુએ આભાર માનવો જોઇએ કે લોકો સુધી જાગૃતિ માટેનો એક પર્યાય બની ચુક્યો છે બાકી સોસિયલ મીડિયાના ના હોત તો આટલી ક્રાન્તિ શક્ય ન્હોતી જેટલી સોસિયલ મીડિયા થકી થતી જણાય આવે છે. આપ લોકો સુધી પહોંચી શકો છો એ સોસિયલ મીડિયાની જ દેન છે જો તમે સદઉપયોગ કરો તો! બાકી ઘણાં લોકો એવાં પણ જોયાં છે જે સોસિયલ મીડિયાનો દુર ઉપયોગ કરે છે.
ખેર વધારે કંઈ નહીં લખું! અંતમાં આપને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ ભાઈ ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો અને સમાજ ઉપયોગી અને સમાજને ઉપયોગ આવતાં રહો એવી શુભેચ્છાઓ!!!!
વીશ યુ વેરી હેપ્પી બર્થ ડે…….આપનાં માતા પિતા ને મારાં પ્રણામ કહેજો. તમે રાજકોટ માં ત્રણ દિવસ રોકાયાં અને આપણે મળી નથીં શક્યા એનો અર્થ એવો ક્યારેય ના સમજતાં કે સંજય ભાઈ ફક્ત એનો જ મતલબ જુએ છે.
સમય આવતાં આપનું આ મેણુ હું ચોક્કસ વાળી દયશ!
Happy birthday Bhai 💙💙🥳🥳💐💐