લ્યો બોલો કેરળ નો યુવક લિંગ બદલી થયો પ્રેગનેન્ટ,આપશે બાળકને જન્મ, દેશમાં પહેલીવાર લિંગ બદલીને છોકરો થયો ગર્ભવતી,કેરળના ટ્રાન્સ કપલે આપ્યા સારા સમાચાર….
કેરળમાં કોઝિકોડમાં એક ટ્રાન્સજન્ડર યુવક પ્રૅગ્નન્ટ થયો છે.કોઈ યુવક પ્રૅગ્નન્ટ થયો હોય તેવી દેશમાં પ્રથમ ઘટના છે.ડાન્સર જિયા પાવલે ઈન્ટાગ્રામ પર આ અંગેની માહિતી આપતા કહ્યું હતુ કે,તેનો પતિ જહાદ છેલ્લા આઠ મહિનાથી પ્રૅગ્નન્ટ છે અને માર્ચ સુધીમાં બાળકને જન્મ પણ આપશે.
કેરળના ટ્રાન્સજેન્ડર કપલ જહાદ અને જિયાએ સોશિયલ મીડિયા પર લોકો સાથે એક સારા સમાચાર શેર કર્યા છે.ટ્રાન્સજેન્ડર કપલનું પ્રેગ્નન્સી ફોટોશૂટ પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઈ રહ્યું છે.
આ દંપતીને આશા છે કે તેમનું બાળક માર્ચ મહિનામાં આ દુનિયા જોઈ શકે છે.જિયા અને જહાદે આ વિશે ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી સાથે છે અને એકબીજા સાથે ખૂબ જ ખુશ પણ છે.
યુવક અને યુવતીએ બદલ્યા હતા લિંગ મળતી માહિતી મુજબ,પાવલ અને જહાદ બંને તેમના લિંગ બદલવા માટે હોર્મોન થેરાપી કરાવી રહ્યા હતા,પરંતુ બાળક પેદા કરવા માટે તેમને થેરપી બંધ કરવી પડી હતી.પાવલ એક પુરુષ હતો જેણે સ્ત્રી ટ્રાન્સજેન્ડર બનવા માટે લિંગ બદલ્યું હતું અને જહાદ એક છોકરી હતી જેણે પુરુષ ટ્રાન્સજેન્ડર બનવા માટે લિંગ બદલ્યું હતું.દેશમાં આ પ્રકારનો પહેલો કિસ્સો છે,જ્યારે કોઈ પુરુષ ટ્રાન્સજેન્ડર બાળકને જન્મ આપશે.
આ કપલે સોશિયલ મીડિયા પર તેમની ઘણી તસવીરો પણ શેર કરી છે. તમને જણાવી દઈએ કે જિયા એક પુરુષ તરીકે જન્મ લીધો હતો અને એક મહિલા બની હતી અને જહાદનો જન્મ એક મહિલા તરીકે થયો હતો અને બાદમાં તેણે જેન્ડર બદલીને પુરુષ બનીને જીવન જીવવાનું શરૂ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે,જિયાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કરીને લખ્યું કે,‘જો કે હું જન્મથી અથવા મારા શરીરથી સ્ત્રી નથી,પરંતુ મારી અંદર એક સ્ત્રીનું સપનું હતું કે એક બાળક મને પણ માતા કહે.અમે ત્રણ વર્ષથી સાથે છીએ.જેહાદનું સપનું હતું કે તે પિતા બને.તેમના સહકારથી જ પેટમાં 8 મહિનાનું જીવન છે. તમને જણાવી દઈએ કે તેનો પાર્ટનર જહાદ પવાલ બાળકને જન્મ આપશે,જે ભારતમાં ગર્ભવતી થનાર પ્રથમ ટ્રાન્સ પુરુષ છે.
સર્જરી કરી બન્યો માતા તેની પોસ્ટ પર ઘણા લોકોની કમેન્ટ જોવા મળી રહી છે.જિયા પોતાની પ્રેગ્નન્સીથી ઘણી ખુશ છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર,આ ટ્રાન્સ કપલે લિંગ બદલવા માટે સર્જરીનો સહારો લીધો હતો અને જો કે જહાદનો જન્મ એક મહિલા તરીકે થયો હતો,પરંતુ બાદમાં તેણે પુરુષ બનવાનો નિર્ણય કર્યો હતો.તેમ હોવા છતાં તેણે ગર્ભ ધારણ કર્યો છે.
કેટલાક અહેવાલોએ સૂચવ્યું છે કે પુરૂષ બનાવની સર્જરી વખતે તેના ગર્ભાશય અને કેટલાક અન્ય અંગો દૂર કરવામાં આવ્યા ન હતા.ઘણા યુઝર્સ પ્રેગ્નેન્સીના ફોટો પર કપલને અભિનંદન આપી રહ્યા છે.એક યુઝરે કમેન્ટ કરી,“તમારા બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન તમને ખુશ રાખે.
અગાઉ બાળક દત્તક લેવાના હતા આ ટ્રાન્સ કપલે શરૂઆતમાં એક બાળકને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો પરંતુ પછી તેમનો વિચાર બદલાઈ ગયો.જહાદે આ અંગે કહ્યુ હતુ કે,શરૂઆતના ચાર મહિના ખૂબ જ મુશ્કેલ હતા.ઉલ્ટી થતી હતી.પરંતુ હવે બધું બરોબર છે.અગાઉ જ જેહાદે સ્તન કઢાવી લીધા હોવાથી જન્મેલા બાળકને દૂધ બેંકમાંથી માતાનું દૂધ લાવીને પીવડાવવામાં આવશે.
સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહેલી આ પોસ્ટ એ પણ દર્શાવે છે કે આપણા સમાજના લોકોના મગજમાં ટ્રાન્સજેન્ડર કપલ્સની વિચારસરણી બદલાઈ રહી છે અને લોકો તેમને સપોર્ટ પણ કરી રહ્યા છે.