બગદાણા પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો લીસ્ટેડ આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ ભાવનગર
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે બગદાણા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૯૫/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫(એઇ),૧૧૬(બી) વી. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ધીરૂભાઇ બાબુભાઇ પાગી રહે.સેવલાસ વાળો હાલ તેના ગામ ખાતે રહે છે અને રીક્ષા ડ્રાઇવીંગ કરે છે. જે હકીકત આધારે હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે એલ.સી.બી.ના માણસોની ટીમ બનાવી સેલવાસ ખાતે આરોપીની તપાસમાં મોકલવામાં આવેલ અને સેલવાસ ખાતે જઇ મજકુર આરોપીના રહેણાંક મકાને તપાસ કરતા તેના રહેણાંક મકાને એક ઇસમ હાજર હોય જેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ ધીરૂભાઇ બાબુભાઇ પાગી ઉ.વ૪૬ ધંધો ડ્રાઇવીંગ રહે.મકાન નં.૧૬૮૮, બમલદેવી, આંધેર ફળીયા સેલવાસ, દાદરા નગર હવેલી વાળો હોવનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે ખરાઇ કરતા મજકુર ઇસમ બગદાણા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૧૯૫/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫(એઇ),૧૧૬(બી) વી. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હોય જેથી મજકુર ઇસમને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે બગદાણા પો.સ્ટે. ભાવનગરને સોપી આપેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા