25 નવેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં કેવડીયા આગમન ટાણે દેડિયાપાડાના ધારાસભ્ય વસાવાએ રાષ્ટ્રપતિને અને પ્રતિનિધિમંડળને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.
25 નવેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં કેવડીયા આગમન ટાણે દેડિયાપાડાના ધારાસભ્ય વસાવાએ રાષ્ટ્રપતિને અને પ્રતિનિધિમંડળને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.
જિલ્લા કલેકટરને પત્ર લખી મળવાની પરવાનગી માંગી.
ભીલીસ્તાન (ભીલ પ્રદેશ) અલગ રાજ્યની માંગ કરવા બાબતે તથા અનુસૂચિ – 5 ની જિલ્લામાં અમલવારી કરવા બાબતે તેમજ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ અને પ્રવાસન અધિનિયમના કાયદાને રદ કરવા બાબતે રજૂઆત કરશે.
દેશના પ્રથમ નાગરિક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 નવેમ્બર 20 ના રોજ 80 મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સમાં હાજરી આપવા કેવડીયા આવી રહ્યા છે ત્યારે દેડિયાપાડા ધારાસભ્ય મહેશભાઇ. સી.વસાવાએ રાષ્ટ્રપતિને અને પ્રતિનિધિમંડળને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે.માટે સમય આપવા બાબતે પત્ર લખ્યું છે. અને મળવાનો સમય આપવા બાબતે પત્ર લખ્યો જે જિલ્લા કલેકટરને પત્ર લખી મળવાની પરવાનગી માંગી છે.
જેમાં તેમને જણાવ્યું છે કે ગુજરાતમાં આદિવાસી વિસ્તારના મહત્ત્વના પ્રશ્નોની રજૂઆત કરવા ઈચ્છે છે. જેમાં ભાવ (બોલી )આધારિત ગુજરાત, રાજસ્થાન,મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રના અનુસૂચિત વિસ્તાર અને ભીલીસ્થાન (ભીલપ્રદેશ) અલગ રાજ્યની માંગણી કરવા બાબતે તેમજ અનુસૂચિ -5 ની જિલ્લામાં અમલવારી કરવા બાબતે તેમજ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ અને પ્રવાસન અધિનિયમના કાયદાને રદ કરવા બાબતે તથા આદિવાસી સૂત્રોમાં નહેર દ્વારા ખેતીની જમીન અશ્વિનભાઈ પૂરી પાડવા બાબતે રજૂઆત કરવાના હોય પરવાનગી માંગી છે.હવે એ જોવું રહ્યું કે જિલ્લા કલેકટર ધારાસભ્યને પરવાનગી આપે છે, કે નહીં.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા