ધોરણ 10 માં આવ્યા હતા માત્ર 58%,શાળામાં બેસતા છેલ્લી પાટલીએ,આજે છે હોનહાર IPS ઓફિસર…
દાહોદ જિલ્લામાંથી આવતા અને આજે આઈપીએસ ઓફિસર તરીકે ફરજ બજાવતા ધ્રુમન નિંબાળે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે છેલ્લી બેન્ચર બેસતા અને ભણવામાં સાવ સામાન્ય હતા.ધોરણ 10 માં તેમને માત્ર ૫૮ ટકા આવ્યા હતા પરંતુ આજે તેઓ આઈપીએસ અધિકારી બની ચૂક્યા છે.
હાલમાં ઘણા લોકો નિષ્ફળતાથી નાસીપાસ થઈ જતા હોય છે તેવા તમામના મનમાં આશા અને હિંમતનું કિરણ ફૂટે તેવી આ આઈપીએસ અધિકારીની કહાની છે.ગુજરાતના પછાત વિસ્તારોમાં ગણના પામતા દાહોદના વતની છે આ આઈપીએસ ધ્રુમન નીંબાળે.
તમને જાણીને નવાઈ લાગશે કે મોટા ભાગે છેલ્લી પાટલી પર બેસતા વ્યક્તિએ માત્ર 58 ટકા સાથે એસએસસી પાસ કર્યું હતું.વિચાર કરવા જેવું અહીં એ છે કે ત્યાંથી તેમની આઈપીએસ અધિકારી બનવા સુધીની સફર કેટલી દુર હતી છત્તા તેમણે તે નિશાન તાકી બતાવ્યું છે.
તેમનું કહેવું છે કે જ્યારે જીવનમાં નક્કી કરીએ કે હવે કંઈક કરવું છે ત્યારે હિંમત રાખવાની અને મહેનત કરવાની.તેમણે પણ જ્યારે નક્કી કર્યું કે હવે તેમને આઇપીએસ ઓફિસર બનવું છે તો તેમણે યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી.તેમણે આ પરીક્ષા ચોથા પ્રયાસે પાસ કરી.2010માં તેમણે પંજાબ કેડરમાંથી આઇપીએસ તરીકે પદ સ્વીકાર્યો.
હવે તેઓ એન આઇ એ ની જવાબદારી સંભાળે છે.તેઓ આ એજન્સીમાં એસપીમાં પડે છે આ એજન્સી દેશમાં ત્રાસવાદી અને આતંકવાદીઓ વિરોધ કામ કરે છે.
ધ્રુમન નીંબાળેએ પંજાબના એક જિલ્લામાં થયેલા બ્લાઇન્ડ મર્ડર કેસમાં સફળતા પ્રાપ્ત કરી હતી.આ કેસમાં કોઈ લીડ જ ન હતી ત્યારે તેમણે 3,000 કરતાં વધારે સીસીટીવી ચેક કર્યા અને પછી આરોપીને આઠ દિવસમાં ઝડપી પાડ્યા હતા.ભણવામાં સાવ સામાન્ય એવા આ વ્યક્તિએ આજે સાબિત કરી બતાવ્યું છે કે મહેનત કરવાથી કોઈ પણ તમને રોકી ન શકે.