200 રૂપિયામાં ભાડાંની ઓરડીમાં રહેતાં,હોટેલમાં ડીશ ધોયને પરીવાર નું ભરણપોષણ કરતો,આજે છે કરોડોના માલિક…
જો કોઈ વ્યક્તિ દિવસ રાત એક કરીને મહેનત કરે તો તેને સફળતા ચોક્કસથી મળે છે.આ વાતનું ઉદાહરણ છે લક્ષ્મણ સિંહ ચૌહાણ.એક સમયે તેઓ વેઇટર તરીકે કામ કરતા અને ભાડાની ઓરડીમાં રહેતા પરંતુ તેમને પોતાના મહેનતના જોડે રીયલ પૅપ્રિકા નામથી પોતાનું સામ્રાજ્ય ઉભો કર્યું છે.
તેઓ મૂડ રાજસ્થાનના ઉદયપુરના ભમરા ગામના વતની છે.તેમણે નવ ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પછી કામ કરવા માટે અમદાવાદ આવી ગયા.અમદાવાદમાં ગોપી ડાઇનિંગ હોલમાં તેઓ કામ કરવા લાગ્યા.લોકો જમીને જતા રહે ત્યારે તેમની 1 થી ડિશ ઉપાડવાનું કામ અને ચોકડીમાં તેને મુકવાનું કામ સોંપવામાં આવ્યું.તેને ત્રણ કલાક આ નોકરી કરી અને પછી ત્યાંથી તેઓ ભાગી ગયા.કારણ કે તે સમયે તેમની ઉંમર નાની હતી અને તેમને લાગ્યું કે આ કામ ત્યાં કરી શકશે નહીં.
નોકરી છોડીને તેઓ થોડા સમય પછી લો ગાર્ડન નજીક આવેલી અને હોટલમાં કામે લાગી ગયા.ત્યાર પછી અન્ય એક ગેસ્ટ હાઉસમાં તેને થોડો સમય કામ કર્યું.હા દરમિયાન તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા.ધીરે ધીરે પોતાના અનુભવના આધારે તેમણે 1997 માં કંપની શરૂ કરી.2010 સુધીમાં તેમણે અલગ અલગ પોઝિશનમાં કામ શરૂ કર્યું.
તો પાર્ટ ટાઈમ નોકરી પણ કરતા હતા.2010માં બધું જ કામ છોડીને તેમણે જે રૂપિયા બચાવેલા હતા તેમાંથી બિઝનેસ શરૂ કર્યો.તેમણે સૌથી પહેલા ભાગીદારીમાં શ્યામલ ક્રોસ રોડ પાસે રિયલ પૅપ્રિકા શરૂ કર્યું.આ કામમાં તેના મિત્રોએ તેમને સહકાર આપ્યો અને ધીરે ધીરે તેમનો બિઝનેસ વધતો ગયો.
એક સમયે તેઓ 10 ના રૂમમાં પાંચ લોકો રહેતા હતા.પરંતુ હવે તેઓ ભવ્ય ઘરમાં પોતાના પરિવાર સાથે રહે છે.તેમણે જે સંઘર્ષનો સમય જીવ્યો તેના કારણે હવે તેમના 60 થી વધુ આઉટલેટ છે.
તેમનું વાર્ષિક ટન ઓવર 70 કરોડથી વધારે નું છે.હવે તેમણે મળતી ખુશી અનલિમિટેડ રેસ્ટોરન્ટ પણ શરૂ કર્યું છે જેમાં ગુજરાતી મીઠાઈ પંજાબી અને ચાઈનીઝ સહિતની વસ્તુઓ પણ મળે છે.