કોલસા વેચીને કાળા હાથ કરનાર મહિલા બની કરોડોની માલકીન,કેવી રીતે થઇ આ કમાલ…

સંઘર્ષથી સફળતાની ઘણી વાતો જોઈ અને સાંભળી હશે કે પરંતુ આ વાત છે તે બધાં કરતા કંઇક અલગ છે.વાત છે સવિતાબેન કોલસાવાળાની.વર્ષો અગાઉ ગુજરાન ચલાવવા સવિતાબેન ઘેર ઘેર કોલસા વેચતાં હતા આજે સંઘર્ષ કરીને અબજોપતિ મહિલા બની ગયા છે.સિરામિકની દુનિયામાં તેમની કંપનીનું નામ ઘણું વધુ આગળ પડતું છે.

આજ સુધી તમે ઘણા લોકોની પ્રેરણાત્મક વાતો વાંચી હશે.આજે તમને એક અનોખી વાત જણાવીએ.આ મહિલા વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે.આજ સુધી તમે આવી સંઘર્ષની કહાની વિશે જાણ્યું નહીં હોય.આ મહિલાએ સંઘર્ષ કરી જીવનમાં એક ઊંચો મુકામ હાંસલ કર્યો છે.આ મહિલા હવે એક સક્ષમ ઉદ્યોગપતિ છે.

સવિતાબેન પરમાર ગુજરાતના વતની છે અને તેને સવિતાબેન કોલસાવાળા તરીકે ઓળખવામાં આવે છે.એક સમય હતો જ્યારે તેઓ ઘરે કોલસા વેંચતા હતા અને ઘર ચલાવતા હતા.પરંતુ અનેક મુશ્કેલી અને સંઘર્ષ સહન કર્યા પછી તેઓ આજે સદ્ધર થયા છે.

ઘરની હાલત ખરાબ હોવાથી તેમણે કોલસા વેંચવાનું શરુ કર્યું હતું.તેઓ અમદાવાદના વતની છે અને તેમના પતિ એએમસીની બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતા હતા.સંયુક્ત પરિવાર હોવાથી પરિવારનું ભરણ પોષણ કરવા માટે સવિતાબેને પણ કોલસા વેંચવાનું શરુ કર્યું.

કોલસા વેંચવા માટે તેઓ આખો દિવસ આમથી તેમ ભટકતાં.તેમણે અન્ય કામ માટે પણ ખૂબ પ્રયત્ન કર્યા પરંતુ કોઈ કામ થયું નહીં તો તેમણે કોલસા વેંચવાનું જ ચાલું રાખ્યું.સૌથી પહેલા તેઓ કોલસાની ફેક્ટરીમાંથી બળેલો કોલસો એકઠો કરતા અને હાથ ગાડી વડે ઘરે ઘરે લઈ જઈ તેને વેંચતા.

તેઓ દલિત હોવાથી કોઈ વેપારી તેમની સાથે કામ કરતા નહીં.પણ તેને હિંમત હારી નહીં અને ધીરે ધીરે ઘરે ઘર ફરતાં ફરતા ગ્રાહકોની સંખ્યા વધી ગઈ અને તેણે હાથ ગાડીમાંથી કોલસાની નાની દુકાન શરુ કરી.ધીરે ધીરેતેને ઓર્ડર મળવા લાગ્યા અને કામ મોટું થતું ગયું.

તેણે આવક વધ્યા પછી પોતાનો નાનો ભઠ્ઠો શરુ કર્યો અને લોકોને ઓછી કીંમતે સારી ગુણવત્તાની સિકામિક્સ આપવા લાગ્યા.ત્યારબાદ તેઓ સતત સફળ થતા ગયા અને 1991માં સ્ટર્લિંગ સિરામિક્સ લિમિટેડ નામની કંપની શરુ કરી.આજે તેમની કંપની વિદેશમાં પણ સિરામિક્સ ઉત્પાદનોની નિકાસ કરે છે.

એક સમયે હાથગાડીમાં કોલસા ભરી વેંચવા જતા સવિતાબેન પાસે આજે 10 બેડરુમનું વૈભવી ઘર, કાર સહિતની સુવિધાઓ છે. તેઓ આજે ભવ્ય કારમાં ફરે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »