રૂપ રૂપનાં અંબાર જેવી પરણિતા ને પ્રેમી સાથે હતાં આડાં સંબધો,તેની જાણ પતિને પણ હતી,બાદ માં થયું એવુ ખોફનાક કામ કે…

જ્યારે એક પરિણીત સ્ત્રી લવ અફેર ચલાવે છે ત્યારે તેનું પરિણામ હંમેશા ખરાબ આવે છે.હવે મધ્યપ્રદેશના ઇન્દોર શહેરની આ ઘટના લો.અહીં એક પ્રેમીએ તેની પરણિત ગર્લફ્રેન્ડને તેની 5 વર્ષની પુત્રીની સામે કાતરથી મારી નાખી.પોલીસે જ્યારે મૃતકની પુત્રીની પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે મમ્મી હંમેશા મને કહેતી હતી કે તું સૌરભ અંકલ(હત્યારા) ને પાપા કહીને બોલાવો.હવેથી આ જ તારા પિતા છે.

હકીકતમાં,ઇન્દોર સુપર સિટી જ્ઞાનશિલામાં રહેતી 25 વર્ષીય પ્રિયા અગ્રવાલ અને જનતા કોલોનીમાં રહેતા સૌરભ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો.ત્યારબાદ પ્રિયાના પરિવારના સભ્યોએ તેના લગ્ન બીજી જગ્યાએ કરાવી દીધા.થોડા વર્ષો પછી,પ્રિયા અને સૌરભ ફરી એકવાર મળ્યા અને લોકડાઉનમાં તેમનો પ્રેમ સંબંધ ખીલ્યો.

ટૂંક સમયમાં સૌરભે પ્રિયાને તેના પતિ અને પુત્રીને છોડીને તેની સાથે રહેવા દબાણ કરવાનું શરૂ કર્યું.પ્રિયા પોતાના પતિને છોડવા તૈયાર હતી,પણ દીકરીને પોતાની સાથે રાખવા માંગતી હતી.પ્રિયા અને સૌરભ આ મુદ્દે ઝઘડો કરતા હતા.

એકવાર પ્રિયા તેના પતિને છોડીને દીકરી સાથે સૌરભના ઘરે પહોંચી હતી,પરંતુ સૌરભના પરિવારના સભ્યોએ તેને ભગાડી દીધી હતી.આ બાબતે,પ્રિયાની તેના પતિ શ્યામ સાથે પણ માથાકૂટ થતી રહેતી હતી.

સૌરભને હત્યાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે એક દિવસ તેણે પ્રિયાના પતિનું સ્ટેટસ જોયુ.તેમાં પ્રિયા અને તેના પતિનો ‘કિસ’ કરતો ફોટો હતો.આ જોઈને સૌરભનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને તેણે પ્રિયાને મારી નાખી.

હત્યા પહેલા પણ દીકરીને સાથે રાખવા પ્રિયા અને સૌરભ વચ્ચે દલીલ થઈ હતી.ત્યાનું દ્રશ્ય નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયું હતું,જેના આધારે પોલીસે સૌરભને પકડી પાડ્યો હતો.તપાસમાં પોલીસને ખબર પડી કે સૌરભની આ હત્યામાં તેના બે મિત્રોએ પણ તેને સાથ આપ્યો છે.જોકે,હજુ તપાસ પૂરી થઈ નથી અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

પોલીસે મેળવેલા સીસીટીવી ફૂટેજ માં જોઈ શકાય છે કે કેવી રીતે લોહીથી લથપથ પ્રિયા તેના પ્રેમી સૌરભની પાસે જીવન માટે ભીખ માગે છે પરંતુ તેનું હૃદય પીગળતું નથી અને તેણે પ્રિયાને નિર્દયતાથી મારી નાંખી.હત્યા બાદ,તે સ્થળ પરથી ભાગી જાય છે જ્યારે તે પડોશીઓ પ્રિયાને હોસ્પિટલમાં લઈ જાય છે જ્યાં તેણી મૃત્યુ પાવે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »