ઉમરાળા ગામ સહિતના વિસ્તારોમા નિયમીત વીજ તંત્રના ધાંધિયા
ઉમરાળા નજીક રતનપર ગામે ૬૬ કે.વી.સબ સ્ટેશન બન્યુ હોવા છતા વિજ પ્રવાહ અનિયમિત હોય છે ઉમરાળા થી 66 કે.વી. વચ્ચેનુ અંતર ઘટયુ હોય છતા વીજ ધાંધિયાનુ પ્રમાણ ઘટવાના બદલે વધી રહ્યું છે પહેલા વીજ પુરવઠો ધોળા ૬૬ કે.વી.થી આવતો હતો પણ વીજ ધાંધિયા યથાવત હતા હવે રતનપર ૬૬ કે.વી.થી ઉમરાળા ગામ નજીક આવેલ છે છતા પણ અવાર નવાર વીજ પુરવઠો ખોરવાય જાય છે આવતો નથી દિવસમા નિયમિત 4 થી વધુ વાર વિના કારણે લાઈટ કાપી લોકોને પરેશાન કરવાનુ વીજતંત્રને સુઝતું હોય તેવું
પ્રતિત થાય છે અમુક સમયે કોઈ લાઈનમા ફોલ્ટ ન હોવા છતા પણ લાઈટ કાપી મુશ્કેલી સર્જવામાં આવે છે ઉમરાળા ગામમાં અંધેરી નગરીને ગંડુ રાજા જેવી પરિસ્થિતિ છે કેમ કે કોઈ કંઈ બોલતું ન હોવાથી વીજતંત્ર પોતાની મનમાની કરતું હોય તેવું પ્રતિત થાય છે નિયમિત વીજકાપથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે આવા અનિયમિત વીજ કાપના લીધે લોકોના સરકારી કામ કાજ પણ ખોરંભે ચડે છે અને વીજતંત્રનો કાયમી પ્રશ્ન હલ વહેલી તકે થાય તેવી લોક માંગ ઉઠી છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા