આહીર સમાજના રાજકીય ક્ષેત્રના બે ઝળહળતા સીતારાઓનું શાહી સ્વાગત સન્માન
આહીર સમાજમાં આજે આનંદનો અવસર
આહીર સમાજના રાજકીય ક્ષેત્રના બે ઝળહળતા સીતારાઓનું શાહી સ્વાગત સન્માન
રઘુભાઈ હૂંબલ અને ભરતભાઇ ડાંગરને ભાજપમાં પ્રદેશમાં અપાયું મહત્વનું સ્થાન, કરદેજના કિરણ ફાર્મને દુલ્હનની જેમ સણગારાયું હતું
ગુજરાત રાજ્યમાં ભાજપના નવા સંગઠનનું માળખું અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા રચવામાં આવ્યું જેમાં ખાસ કરીને સંઘ પરિવાર અને સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર વધારે પ્રભુત્વ દાખવીને પ્રદેશની નવી ટિમો ઘડી જેમાં ભાવનગરના અને આહીર સમાજના બે ચહેરાનો સમાવેશ થતા આહીર સમાજમાં હરખની હેલીઓ વરસી પડી હતી. મૂળ સિહોર નજીક ગઢુંલાના વતની અને હાલ સુરત રહેતા રઘુભાઈ આહીર તેમજ સિહોર રાજપરા ખોડીયારના અને હાલ વડોદરા ખાતે સ્થાહી એવા ભરતભાઇ ડાંગરનું ભાજપના પ્રદેશ માળખામાં સ્થાન મળ્યા બાદ આજે પ્રથમ વખત બંને મહાનુભાવો પોતાના વતનમાં આવ્યા હતા ત્યારે આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઉપર બંને આગેવાનોનું શાહી સ્વાગત કરીને શહેરમાં ઠેરઠેર સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કરદેજના કિરણ ફાર્મ ખાતે બંને મહાનુભાવોનું સમાજના વડીલો અને આગેવાનોની હાજરીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સ્વાગત કાર્યક્રમમાં ભરતભાઈ ડાંગર, રઘુભાઈ હૂંબલની સાથે ભાવનગર સાંસદ ભારતીબહેન શિયાળ, લોક સાહિત્યકાર માયાભાઈ આહીરને પણ સન્માનિત કરાયા હતા ભાવનગરના એરપોર્ટ થી કરદેજ સુધીમાં માર્ગો પર ફુલહાર સાથે ઠેર ઠેર સ્વાગત સન્માન કરાયું હતું જ્યારે જિલ્લા આહીર સમાજ આયોજિત કરદેજ ફાર્મ ખાતે બન્ને મહાનુભાવો સાથે ભારતીબેન શિયાળ અને માયાભાઈ આહીરને પણ અહીં શાહી સન્માનથી નવાજવામાં આવ્યા હતા કાર્યક્રમમાં આહીર સમાજના પીઢ વડીલોએ શુભાષીશ આપી શુભેચ્છાઓ વરસાવી હતી
રીપોર્ટ નિલેષ આહીર ઉમરાળા