રાજસ્થાન નું એક એવું મંદિર જ્યાં થાય છે મફતમાં લકવાનો ઈલાજ. લોકો દૂર દૂરથી આવે છે.

રાજસ્થાન ની ધરતી પર એવું મંદિર છે જ્યા કોઈ દેવી દેવતા નથી પણ લકવા ના રોગી ને આ રોગથી મુક્ત કરી નાખે છે. આ મંદિર માં દૂર દૂર થી લકવાના દર્દીઓ પોતાના પરિવારના સહારે આવે છે પણ જાય છેપોતાના સહારે.કળિયુગ માં આવા ચમત્કાર ને નમન છે,જ્યા વિજ્ઞાન ફેલ થઇ જાય છે અને ચમ્તકાર રંગ લાવે છે તો એવામાં ઈશ્વર માં આસ્થા વધુ વધી જાય છે.રાજસ્થાનમાં નાગૌર થી ચાલીસ કિમિ દૂર અજમેર-નાગૌર રોડ પર કુચેરા કસ્બા ની પાસે છે.

બુટાટી ધામ જેને ત્યાં ચતુરદાસ મહારાજ ના મંદિર ના નામથી પણ જાણવામાં આવે છે.જે લકવા ના પીડિત વ્યક્તિઓ નો ઈલાજ કરવા માટે પ્રસિદ્ધ છે.આ મંદિર માં બીમારી નો ઈલાજ ના તો કોઈ પંડિત કરે છે કે ના તો કોઈ વૈદ્ય.બસ તમારે અહીં માત્ર 7 દિવસ સુધી આવવાનું રહેશે અને મંદિર ની પરિક્રમા લગાવાની રહે છે.

તેના પછી હવન કુંડ ની ભભૂતિ લગાવો, ધીમે-ધીમે લકવા ની બીમારી દૂર થવા લાગે છે,હાથ-પગ કામ કરવા લાગે છે,જે લકવા ને લીધે બોલી નથી શકતા તેઓ પણ ધીમે-ધીમે બોલવાનું શરૂ કરી દે છે.કહેવાય છે કે 500 વર્ષ પહેલા અહીં એક મહાન સંત થયા હતા જેનું નામ હતું ચતુરદાસ જી મહારાજ.

તેઓએ ઘોર તપસ્યા કરી અને રોગો ને મુક્ત કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી.આજે પણ તેની શક્તિ જ તેના માનવિય કાર્ય માં સાથ આપે છે,જે તેના સમાધિ ની પરિક્રમા કરે છે તેઓ લકવા માં રાહત મેળવે છે.આ મંદિર માં ઈલાજ કરાવવા માટે આવેલા દર્દીઓ અને તેના પરિજનો ને રોકાવા અને ખાવા પીવાની વ્યવસ્થા મંદિર પૂરું પાડે છે.મંદિર નો કીર્તિ અને મહિમાં જોઈને ભક્તો દાન પણ કરે છે અને આ પૈસા જન સેવા માં જ લગાવામાં આવે છે.

આ મંદિરમાં દુરથી આવનારા વ્યક્તિઓ માટે રેહવાની તથા જમવાની વ્યવસ્થા હોય છે અને તેના માટે કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી.મંદિરની આવી સેવા જોઇને ઘણાં ભક્તો દાન પણ આપે છે અને એ દાનમાં આવેલા પૈસા લોકોની સેવા કરવા માટે લેવામાં આવે છે.અમુક લોકોને આ વાત માન્યામાં નહિ આવતી હોય પણ મિત્રો જયારે તમે તમારા સ્નેહીજનના દુખ દુર કરવા માટે કેટલા બધા પ્રયત્નો કર્યા હશે અને તેમાં સફળતા ના મળે તો દુખી થાવ છો એના કરતા એકવાર આ જગ્યાની મુલાકાત લો.અમે ઘણાબધા લોકોને જોયા છે જે અહીંથી સજા થઈને તેમના ઘરે ગયા હોય.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »