રાજુલા વિધાનસભામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન સહાય ચુકવવા અંગે પૂર્વસંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા સરકારમાં રજૂઆત.
માન.આર.સી.ફળદુ માન.મંત્રીશ્રી કૃષી વિભાગ ,ગાંધીનગર.કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનની સહાય ચુકવવા અંગે પૂર્વસંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે ચોમાસામાં ખુબ વ૨સાદ પડેલ અને ખેડુતોને પોતાનો પાક બચાવવો મુશ્કેલ થયેલ અને પરીણામે ખેડુતોને મોટી નુકશાની વેઠવી પડી પરંતુ ખુબ સારા વરસાદથી કુવા – બોરમાં પાણી ખુબ સારા થયેલ હોવાથી શીયાળુ સીઝનમાં ખેડુતોએ ઘઉં , ચણા , જીરૂ , બાજરી જેવા પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરેલ છે .
પણ હાલમાં જ પડેલ કમોસમી વરસાદથી ખેડુતોના આ પાકોમાં ખુબ જ નુકશાન થયેલ છે .કપાસ પણ બગડી ગયા છે.તેથી ખેડુતોને કમોસમી વરસાદથી થયેલ નુકશાનની સરકારશ્રી દ્વારા સહાય ચુકવવામાં આવે તેવી રજૂઆત આજરોજ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી. રાજુલા જાફરાબાદ ખાંભા માં નુકશાની બાબતે રજુઆત પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા રજુઆત રાજુલા ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ રજુઆત કરતા જણાવ્યું હતું કે મારા રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તાર માં કમોસમી વરસાદ થતાં ઘઉં ચણા જીરું બાજરી જેવા પાકોને ખેડૂતોને નુકસાન થયું છે આથી ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે ત્યારે આ બાબતનો સર્વે કરાવી સહાય આપવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવી રજુઆત કરી હતી.
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા