પોતાની બીમાર માતા ની વાત માની રાખી સાવંતે કર્યાં લગ્ન, પોતાનાં બોય ફ્રેન્ડ સાથે કર્યાં કોર્ટ મેરેજ..

અભિનેત્રી રાખી સાવંતે અચાનક તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન કરી લીધા છે.બંનેના કોર્ટ મેરેજના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.રાખી સાવંતે આદિલને લાંબા સમય સુધી ડેટ કર્યા પછી તેને પોતાનો હમસફર બનાવી લીધો છે.લગ્નના વાયરલ ફોટામાં આદિલ અને રાખી મેરેજ સર્ટિફિકેટ પર સાઈન કરતા જોવા મળે છે. મહત્વની વાત એ છે કે,રાખી સાવંતના આ બીજા મેરેજ છે. પહેલા પતિ સાથે ડિવોર્સ લીધા બાદ આજે રાખીએ આદિલ સાથે કોર્ટ મેરેજ કર્યાં છે.

રાખી અને આદિલ મેરેજ સર્ટિફિકેટને હાથમાં પકડીને ઉભેલા જોવા મળી રહ્યાં છે.રાખીના અચાનક લગ્નની તસવીરો જોઈને ચાહકો હેરાન થઈ ગયા હતાં.લોકો એ જાણવા માટે બેકરાર છે કે શું ખરેખરમાં રાખીએ આદિલ સાથે લગ્ન કરી લીધા છે.વાયરલ ફોટામાં રાખી સાવંત અને આદિલ ગળામાં વરમાળા પહેરેલા જોવા મળી રહ્યાં છે.રાખીએ પ્રિન્ટેડ શરારા સૂટ પહેર્યો છે.માથા પર દુપટ્ટો ઓઢેલી રાખી સાવંત પોતાનું મેરેજ સર્ટિફિકેટ બતાડી રહી છે.આદિલ પણ રાખી સાથે પોઝ આપી રહ્યો છે.

રાખીના લગ્નના ફોટોઝ જોઈને લોકો એટલા માટે પણ હેરાન છે કારણ કે રાખીની માતા હોસ્પિટલમાં જીવન સામે જંગ લડી રહી છે.તે કેન્સર પછી બ્રેઈન ટ્યુમરથી ડાયગ્નોસ થઈ છે.માની બીમારી વચ્ચે રાખીના લગ્ન કરનારી વાતે લોકોના હોંશ ઉડાવી દીધા છે.તેવામાં હવે રાખીએ આદિલ અને પોતાના લગ્નની હકીકત આખી દુનિયાને દેખાડી છે.

પોતાના લગ્ન અંગે વાત કરતા રાખીએ કહ્યું છે કે-મને લગ્ન કર્યાને સાત મહિના થઈ ગયા છે.આદિલે મને આ વાતને છૂપાવવા માટે કહ્યું હતું.મારા કોર્ટ મેરેજ થઈ ગયા છે.નિકાહ થઈ ગયા છે.હવે હું આ વાત બતાવી રહી છું કારણ કે બતાવવી જરૂરી છે.કંઈ સારું નથી ચાલી રહ્યું મારી લાઈફમાં.

આદિલ સાથેના રાખી સાવંતના આ બીજા લગ્ન છે.એક્ટ્રેસે પહેલા લગ્ન બિઝનેસમેન રિતેશ સાથે કર્યા હતા.રિતેશ સાથે રાખી બિગ બોસમાં પણ આવી હતી પરંતુ બંનેનો સંબંધ ચાલી શક્યો ન હતો.તેવામાં રિતેશ અને રાખીએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો.પહેલા પતિ રિતેશ સાથે અલગ થયા પછી રાખીની લાઈફમાં આદિલ પ્રેમની મિઠાસ લઈને આવ્યો હતો.

આદિલ માટે રાખીએ ખુલ્લામાં પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો હતો.રાખી અને આદિલ જાહેરમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેર કરવામાં અચકાતા ન હતા.રાખીએ ઘણી વખત કહ્યું છે કે તે આદિલને ઘણો પ્રેમ કરે છે અને હવે તેણે આદિલ સાથે લગ્ન કરીને તેને પોતાનો હમસફર બનાવી લીધો છે.તે આદિલ સાથે ખુશીથી પોતાની નવી લાઈફની શરૂઆત કરી ચૂકી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »