કરોડપતિ બાપ ની 9 વર્ષ ની દિકરી સંયમ નાં માર્ગે,એશો આરામ ની જીંદગી છોડી દિક્ષા ગ્રહણ કરી…

ઘણા લોકો એવા હોય છે જેમને સંસારમાંથી મોહમાયા ચાલી જાય છે અને પછી તે વૈરાગ્ય અપનાવી લેતા હોય છે.તેમની કરોડો લાખોની સંપત્તિ પણ તેઓ ત્યજી દેતા હોય છે અને સુખ સુવિધા,એશો આરામ છોડીને તે સૈયમના માગર પર ચાલી નીકળતા હોય છે.તો વળી જૈન ધર્મમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નાની ઉંમરમાં જ લોકો દીક્ષા લેતા હોય છે.

હાલ સુરતના ધન્દ્ય પરિવારમાંથી એક એવા હીરા વેપારી મોહનભાઇ સંઘવીની પૌત્રી અને ધનેશ સંઘવી અને અમીબેનની 9 વર્ષની દીકરી દેવશી દીક્ષા ધારણ કરી રહી છે.દેવશીનો દીક્ષા મહોત્સવ 14 જનયુરી રોજથી જ સુરતના વેસુમાં શરૂ થયો હતો.જેના બાદ આજે બુધવારે સવારે 6.30 કલાકે તેની દીક્ષા શરૂ થઇ.આ દીક્ષા મહોત્સવમાં 35 હજાર લોકોએ હાજરી આપી હતી.

દેવાંશીએ જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા ગ્રહણ કરી.ત્યારે હવે દીક્ષા લીધા બાદ દેવશી પૂજ્ય સાધ્વી દિગંતપ્રજ્ઞાશ્રીજી મ.સા. તરીકે ઓળખાશે.ગઈકાલે મંગળવારના રોજ દેવશીની ભવ્યાતિભવ્ય વર્ષીદાન યાત્રા પણ નીકળી હતી.દેવાંશીના આ દીક્ષા સમારંભમાં રજવાડી ઠાઠમાઠ જોવા મળ્યો હતો.જેમાં 4 હાથી,20 ઘોડા અને 11 ઊંટ પણ હતા.

દેવાંશી વિશે વાત કરીએ તો તે 5 ભાષાની જાણકાર છે.આ ઉપરાંત તે સંગીત,સ્કેટિંગ,માનસિક ગણિત અને ભરતનાટ્યમમાં પણ નિષ્ણાત છે.આ ઉપરાંત તેને ક્યુબામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

દેવાંશીના દાદા મોહન સંઘવી સંઘવી એન્ડ સન્સના પિતામહ કહેવાય છે.દેવાંશીના પિતા ધનેશ સંઘવી હીરા કંપનીના માલિક છે અને આ કંપની વર્ષે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે.પરિવાર શરૂઆતથી જ ધાર્મિક રહ્યો છે,ત્યારે દીકરીએ પણ સંયમના માર્ગે ચાલી નીકળવાનું નક્કી કર્યું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »