શિયાળાની ઠંડી ઉડાડી દેશે એક ફળ કે જે ખાવાથી થાય છે અનેક લાભ,જાણો તેનાં…..
પપૈયા એક એવું ફળ છે જે શિયાળા માટે શ્રેષ્ઠ છે કારણ કે તે શરીરની ગરમી વધારે છે અને સ્વાદમાં પણ મીઠું હોય છે.જે આપણને શરદીથી બચવા માટે પૌષ્ટિક અને કુદરતી શક્તિ આપે છે.
શિયાળા ની શરૂઆત થવાની સાથે જ આપણા શરીર પર પણ તેની અસરો દેખાવાની શરૂઆત થઇ જાય છે.કડકડતી ઠંડીમાં શરીરને ગરમ રાખવું ખૂબ જરૂરી છે.શરીરને બહારથી ઠંડીથી બચાવવા ધાબળા ઓઢવા કે સ્વેટર પહેરવા જેટલા જરૂરી છે,તેટલું જ જરૂરી શિયાળામાં શરીરને અંદરથી પણ ગરમ રાખવું છે.જેના માટે તમારે એક યોગ્ય ખોરાક ની ટેવ પાડવી જરૂરી છે.ઠંડીઓમાં સૌથી ફાયદાકારક ફળ છે પપૈયું.પપૈયાના અસંખ્ય ફાયદા છે અને મુખ્ય ફાયદાઓ પૈકી એક છે ઠંડી સામે રક્ષણ.
પપૈયામાં એન્ટીઓક્સીડેન્ટ્સ (બીટા કેરોટીન) પણ વધુ માત્રામાં હોય છે,આ સાથે કેલ્શિયમ,ફોસ્ફરસ,પોટેશિયમ, આયર્ન અને વિટામીન C,E અને A જેવા ખનિજોથી ભરપૂર હોવાથી સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે.તેમાં પ્રચૂર માત્રામાં ફાઈબર પણ મળી રહે છે જે કબજિયાતવાળા લોકો માટે ખૂબ ફાયદાકારક છે.
શિયાળાની ઋતુમાં આપણે આહારનું ધ્યાન રાખવું જરૂરી છે. આ એક એવી ઋતુ છે જેમાં આપણું પાચનતંત્ર સુસ્ત થઈ જાય છે.ઓછું પાણી પીવાથી શરીર પણ ડીહાઇડ્રેટ થવા લાગે છે.તેથી,બીમાર પડવાનું જાેખમ વધે છે.હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે શિયાળામાં ખાલી પેટે કેટલીક વસ્તુઓ ખાવાથી બીમારીઓ તો દૂર રહે છે,પરંતુ દિવસભર એનર્જી પણ રહે છે. શિયાળાની ઋતુમાં તમારા દિવસની શરૂઆત હૂંફાળા પાણી અને મધથી કરો.મધમાં મિનરલ્સ,વિટામિન્સ,ફ્લેવોનોઈડ્સ અને એન્ઝાઇમ ભરપૂર માત્રામાં હોય છે.
પપૈયું શરીરના ડિટોક્સિફીકેશન માટે શ્રેષ્ઠ ફળ છે.ઉપરાંત તમારા લીવરના સ્વાસ્થ્ય માટે પણ પપૈયાનું સેવન ફાયદાકારક છે.પપૈયામાં પ્રચૂર માત્રામાં ફાઇબર રહેલું હોય છે.આ ઉપરાંત વિટામીન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સથી પણ ભરપૂર હોય છે. પપૈયામાં રહેલા આ ચમત્કારિક ગુણોના કારણે કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે અને હ્યદય માટે શ્રેષ્ઠ ફળ છે.પપૈયામાં રહેલા ડાઇટ્રી ફાઇબર્સ તેને પાચન સંબંધી સમસ્યાઓ માટે સૌથી વધુ ફાયદાકારક બનાવે છે.
તે આંતરડાને સાફ રાખે છે.હૂંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ જ કારણ છે કે આ પીણું વજન ઘટાડવામાં પણ કારગર સાબિત થાય છે.દેશના પ્રસિદ્ધ આયુર્વેદ ડોક્ટર અબરાર મુલતાની અનુસાર,પપૈયું આંતરડા માટે સારું માનવામાં આવે છે.તે પેટની અનેક સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે. શિયાળાની ઋતુમાં તમે તમારા નાસ્તામાં સરળતાથી સામેલ કરી શકો છો.
ખાસ વાત એ છે કે તે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને હૃદયની બીમારીઓથી રાહત આપે છે.ખાલી પેટે પલાળેલી બદામ તમને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદગાર સાબિત થાય છે.બદામમાં મેંગેનીઝ,વિટામિન ઈ,પ્રોટીન,ફાઈબર,ઓમેગા-૩ અને ઓમેગા-૬ ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. નિષ્ણાતો કહે છે કે બદામને પલાળ્યા પછી તેની છાલ સરળતાથી નીકળી જાય છે.પોષણ આપવાની સાથે બદામ શરીરને ગરમ પણ રાખે છે.હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ઓટમીલથી સારો નાસ્તો કંઈ હોઈ શકે નહીં.
જાે તમે ઓછી કેલરી અને પોષક તત્વોથી ભરપૂર કંઈક ખાવા માંગો છો,તો ઓટમીલ એક સારો વિકલ્પ છે.જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને આંતરડાને સ્વસ્થ રાખે છે.આ વજન ઘટાડવામાં મદદ કરે છે.રાત્રે પલાળેલા અખરોટ ખાવાથી તમારા દિવસની શરૂઆત કરો.કારણ કે બદામની જેમ અખરોટને પલાળીને રાખવાથી પણ વધુ ફાયદો થાય છે.
તમે રાત્રે ૨-૫ અખરોટ પલાળી રાખો અને સવારે ઉઠીને તેને ખાલી પેટ ખાઓ.તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધશે.સ્વાસ્થ્ય નિષ્ણાંતો સલાહ આપે છે કે નાસ્તો કરતા પહેલા મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ ખાવાથી પેટ યોગ્ય રહે છે.તે માત્ર પાચનને નહીં પરંતુ પેટના પીએચ સ્તરને સામાન્ય બનાવવામાં પણ મદદ કરે છે.તમારા રોજિંદા આહારમાં કિસમિસ,બદામ અને પિસ્તાનો સમાવેશ કરો.