ભંગાર પ્લાસ્ટીક નો ધંધો કરતા નાના વેપારી ની દિકરી એમઝોન કંપની માં 1.70 કરોડ રૂપિયા નાં પેકેજ માં નોકરીએ લાગી,જાણો તેની સક્સેસ સ્ટોરી…
આ દીકરી મૂળ રાજસ્થાનની રહેવાસી છે અને આ મોટી સિદ્ધિ પર આખા પરિવારની દીકરી પણ ખુબ જ ગર્વ છે.સીકરમાં રહેતી ૨૮ વર્ષની કંચન શેખાવત જેને આ મોટી કંપની એમેઝોનમાં સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કરી રહી છે.
કંચન મૂળ સીકરથી થોડે દૂર આવેલા ગામ કિર્દોલીની રહેવાસી છે અને તે એક સામાન્ય કુટુંબની રહેવાસી છે.હાલમાં પરિવારે તેમના જિલ્લાનું નામ પણ રોશન ર્ક્યું છે,કંચને તેમના શરૂઆતનો અભ્યાસ ગુજરાતમાં થયો હતો.
તેમના પિતા ભંવરસિંહ શરૂઆતમાં ગુજરાતમાં પ્લાસ્ટિકનું કામ કરતા અને તેઓએ ૮ માં ધોરણ સુધી તેઓએ અભ્યાસ કર્યો હતો.પછી તેઓ સીકર આવ્યા અને ૧૦ અને ૧૨ નો અભ્યાસ કર્યો હતો તેમાં તેમને સારા માર્ક્સ પણ આવ્યા હતા.
તેમને પહેલાથી જ સોફ્ટવેર ડેવલપર બનવાની ઈચ્છા હતી અને તેની માટે તેઓએ કોચિંગ પણ ચાલુ કર્યું હતું.તેઓની પસંદગી પહેલા થઇ નહતી તો તેઓએ હિંમત નહતી હારી અને આગળ કોટા અભ્યાસ માટે તે ગઈ હતી.
તેઓએ ત્યાં જઈને IIT માં કોચિંગ ચાલુ કર્યું હતું,પછી તેમની મિઝોરમની એક કોલેજમાં પસંદગી થઈ ગઈ હતી.તેઓએ અભ્યાસ પૂરો કરીને આઠ લાખના પેકેજમાં પોલારિસ નામની કંપનીમાં નોકરી મેળવી હતી અને ચેન્નઈ પોસ્ટિંગ હતું.
એવમા કંચને એમેઝોન માટે ઈન્ટરવ્યુ આપ્યું અને તે પહેલા જ પ્રયાસમાં પાસ પણ થઇ ગઈ હતી અને તેને એમેઝોનમાં સોફ્ટવેર ડેવલપર તરીકે નોકરી મળી ગઈ.આજે તેમનો પગાર ૧.૭૦ કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે.