ઘરનાં વડીલ વૃદ્ધ દાદા ને પરિવારે મરવા માટે ફ્રીઝ માં બંધ કરી દીધાં, જૂઓ પછી શું થયું….
તામિલનાડુના સલેમમાં એક દુખદ અને આઘાતજનક ઘટના સામે આવી છે.ગંભીર રીતે બીમાર 74 વર્ષના વૃદ્ધ દાદાને પરિવારે મરવા માટે ફ્રીઝરમાં બંધ કરી દીધા હતા.
બોક્સમાં તડપી રહેલા વૃદ્ધ દાદાને આખરે મંગળવારે બચાવી લેવામાં આવ્યા છે.એક દિવસ અગાઉ પરિવારે વૃદ્ધ દાદાને બીમાર હાલતમાં જ હોસ્પિટલમાંથી ડીસચાર્જ કરાવી દીધા હતા.પરિવારજનોએ આખી રાત વૃદ્ધ દાદાને તે જ ફ્રીઝર બોક્સમાં સૂવડાવ્યા હતા.જેમાં મૃતકનું શવ રાખવામાં આવે છે.
જ્યારે એજન્સીનો એક કર્મચારી ફ્રીઝર બોક્સ પાછુ લેવા તેમના ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે વૃદ્ધ દાદા તેમાં તડપી રહ્યા છે.દાદાને જીવતા જોઇને તેણે જલ્દીથી હંગામો મચાવી વૃદ્ધ દાદાને બચાવી લીધા હતા.74 વર્ષીય દાદાના ભાઈએ એક એજન્સીમાંથી ફ્રીજર બોક્સ ભાડેથી લીધુ હતું.દાદાને હવે ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અધિકારીઓ આ વાતની તપાસ કરી રહ્યા છે કે શા માટે ગંભીર સ્થિતિમાં પણ 74 વર્ષીય વૃદ્ધને સંબંધીઓ દ્વારા હોસ્પીટલથી રજા લેવામાં આવી હતી અને શા માટે ભાઈએ ફ્રીઝર બોક્સ મંગાવ્યુ હતું.શું ભાઈ વૃદ્ધને મારવા માગતો હતો?
મૃતદેહને લઈ જવા માટે મફત વાહન પૂરા પાડતા વકીલ દેવલિંગમ પણ ઘટનાની જાણ થતાં વડીલના ઘરે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું,આ દાદાને આખી રાત અંદર રાખવામાં આવ્યા હતા.એજન્સીના કર્મચારીએ ગભરાઈને મને જાણ કરી હતી.પણ પરિવારે મને એવું કહ્યું કે જીવ બાકી રહ્યો નથી અને અમે રાહ જોઈ રહ્યા છીએ.
ઘટના બાદ પોલીસે બેદરકારી દાખવી અને કોઈના જીવને જોખમમાં મૂકવાનો કેસ નોંધ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.વૃદ્ધ વ્યક્તિ એક ખાનગી કંપનીમાં સ્ટોર કીપરની નોકરીથી નિવૃત્ત થયા છે.તે તેમના ભાઈ અને ભત્રીજી સાથે રહેતા હતા જે દિવ્યાંગ છે.