દીકરાને 60 વર્ષ જૂની પિતાની પાસબુક મળતા દીકરાનું નસીબ બદલાયું,રાતો-રાત બની ગયો અબજોપતિ..
કહેવાય છે કે નસીબમાં હોય તેને કોઈ છીનવી નથી શકતું.નસીબમાં હોય અને જો પૈસા આવવાના હોયતો અક્કર ચક્કરમાંથી આવે છે.આવો જ એક કિસ્સો દક્ષિણ અમેરિકી દેશ ચિલીમાં બન્યો છે.એક પુત્રને સ્વ પિતાની 60 વર્ષ જુની બેંક પાસબૂક મળી જેનાથી ભાગ્ય બદલાઇ ગયું છે.
વાત એમ છે કે એકઝેકિવલ હિનોજોસા નામના યુવાનના પિતાએ વર્ષ 1970માં એક ઘર ખરીદવા માટે બચત કરવા માંડી તેની રકમ સ્થાનિક ચલણ મુજબ 140000 પસો (ચીલીની કરન્સનીનું નામ પસો છે) થતી હતી.આ રકમ આજના હિસાબે 163 ડોલર એટલે કે ભારતીય ચલણમાં 12684 રુપિયા થાય છે.આ રકમ નિષ્ક્રીય થઇ ગયેલી ક્રેડિટ યૂનિયનની બેંકમાં પડી હતી.
એકઝેકિવલ હિનોજોસા નામના આ યુવાનના પિતાના મુત્યુ પછી દાયકાઓ સુધી એક ડબ્બામાં તેની વસ્તુઓ બંધ હતી.હિનાજોસાને તેના પિતાની જુની વસ્તુઓ ફંફોસતા પાસબુક મળી આવી હતી એટલું જ નહી સ્ટેટ ગારંટેડ લખેલું એક એનોટેશન પણ હતું.
વ્યાજ દર અને ચલણની વર્તમાન સ્થિતિ સાથે મિલાવતા 140000 પસોનું મૂલ્ય ભારતીય ચલણમાં રુપિયામાં 9.33 કરોડ રકમ થતી હતી.આ સમગ્ર મામલો હિનોજોસા માટે પેંચિદો બની ગયો હતો.છેવટે સર્વોચ્ચ ન્યાયલયમાં પડકારવામાં આવ્યો હતો.હિનોજોસાની દલીલ હતી કે આ રકમ પોતાના પરીવારની છે.પિતાએ વાસ્તવમાં ખૂબ મહેનત કરીને બચત કરી હતી.
આમ તો આ રકમ મેળવવા માટે ખૂબ પહેલા કલેમ કર્યો હોત પરંતુ પાસબૂક મળતી ન હતી એટલું જ નહી આવી કોઇ પાસબૂક છે એવું પણ પરીવાર જાણતો ન હતો.છેવટે અદાલતે હિનોજોસાની ફેવર કરતો ચૂકાદો આપ્યો પરંતુ સરકાર હજુ પણ ફાઇટ કરવા માંગે છે.આથી ચુકાદા સામે અપીલ કરવામાં આવી છે આથી મિલિયન ડોલરની બેંકબુકનો નિર્ણય લેવાશે.પ્રોસેસ સ્ટેટ દ્વારા અદાલતના ચુકાદાને માન્ય રાખીને મળતી રકમ ચુકવી દીધી હોતતો કોઇ સમસ્યા ન હતી.એમ હિનોજોસા માને છે પરંતુ આ પેચિંદો બની ગયેલો કેસ હજુ પણ પોતાના પક્ષમાં ઉકેલાશે એમ માને છે.