રાજા મહારાજા ને પણ પાછાં પાડે તેવી રજવાડી ઠાઠથી નીકળી આ વરરાજાની જાન,મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા…
ગુજરાતમાં હાલ લગ્નની મૌસમ પુરજોશમાં ચાલી રહી છે.યુવક અને યુવતીઓ પોતાના લગ્નની લઈને થનગની રહ્યાં હોય છે.લગ્ન પ્રસંગે લોકો અલગ-અલગ લુકમાં જોવા મળતાં હોય છે ત્યારે રાજકોટના આંગણે એક અનોખા લગ્ન જોવા મળ્યાં હતાં.રાજકોટમાં અર્જૂન સબાડ નામના એક યુવકની જાન રજવાડી સ્ટાઈલમાં નિકળતાં રસ્તાઓ પર જોવા માટે લોકોનાં ટોળેટાંળાં ઉમટ્યાં હતાં.
રાજકોટ શહેરના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર વિજય વાંકના સાળા અર્જુન સબાડના લગ્ન યોજવામાં આવ્યા હતાં.અર્જૂન સબાડની જાન રજવાડી સ્ટાઈલમાં નીકળી હતી.જેને જોવા રસ્તા પર લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં.
રાજકોટના રસ્તા પર વરરાજા અર્જુન હાથી પર સવાર થઈને પરણવા નીકળ્યાં હતાં.તેમજ 20 જેટલા ઘોડા,ઘોડાગાડી,બળદગાડુ,વિન્ટેજ કાર,ઊંટ,દેશનું નંબર વન બેન્ડ,20 ભાલા સાથે જાનૈયાઓ સામેલ થયા હતાં.
રજવાડી જાન રાજકોટની માસ્તર સોસાયટીથી 80 ફૂટ રોડ પર આવેલી શેઠ હાઈસ્કૂલ પહોંચી હતી.જાનમાં મહિલાઓએ ટ્રેડીશનલ વસ્ત્રો ધારણ કર્યા હતા.જાનમાં પણ મહેમાનો ટ્રેડિશનલ લુકમાં જ જોવા મળ્યાં હતાં.આ જાન જોવા લોકોની પડાપડી જોવા મળી હતી.
આ ઉપરાંત બેન્ડના તાલે જાનમાં આવેલા તમામ મહેમાનો ઝુમી ઉઠ્યા હતા.મહત્વની વાત એ છે કે,કોર્પોરેટર વિજય વાંકે શણગારેલું બળદગાડુ ચલાવ્યું હતું.જેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
વરરાજાની આવી રજવાડી જાન જોઈને લોકો મોંમાં આંગળા નાખી ગયા હતાં.આવી રજવાડી જાન જોઈને લોકો પોતાના મોબાઈલમાં વીડિયો અને ફોટો પાડવા માટે લાઈનમાં ઊભા થઈ ગયા હતાં.રાજકોટના રસ્તા પર રજવાડી સ્ટાઈલમાં નીકળેલી જાનમાં મુંબઈના નાસિકથી બેન્ડવાળાને બોલાવવામાં આવ્યા હતાં જેને જોવા માટે લોકોની ભીડ જામી હતી.
આ રજવાડી જાનમાં જાનૈયાઓએ રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો.વરરાજા હાથીની અંબાણી પર બેસી પરણવા નિકળ્યો હતો.આધુનિક સમયમાં પ્રાચિન પરંપરા મુજબ જાન નીકળતા રાજકોટના લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટ્યાં હતાં.રજવાડી સ્ટાઈલમાં નીકળેલી જાનને જોવા માટે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં.
આ રજવાડી જાનમાં જાનૈયાઓએ પૈસાનો વરસાદ કર્યો હતો. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.આ જાનમાં 20 જેટલા ઘોડા પણ જોવા મળ્યાં હતાં. જ્યાં અલગ-અલગ કરતબો કરતો જોવા મળ્યો હતો.