મુસ્લિમ પરિવાર કબરાઉ મોગલ માં નાં શરણે પહોચ્યો ,જુઓ પછી ત્યાં શું થયું,શું કહ્યું મણીધર બાપુએ.
માઁ મોગલ નિ:સંતાન દંપતીના ઘરે પારણાં બધાવે છે,તેમના જીવનમાં ખુશીઓ ભરી દે છે.જગતજનની માઁ મોગલના પરચા અપરંપાર છે,માતાજી ભક્તોને કોઈ દિવસ દુખી જોઈ શકતા નથી.અને સમસ્યાઓ પણ દૂર કરે છે,તે કોઈના ઘરે અન્ન ખુંટવા દેતી નથી.ત્યારે માં મોગલ બધાનું સારું જ કરે છે.અને બધાની મનોકામના પણ પૂર્ણ કરે છે.આવું કાર્ય તો માં મોગલ સિવાય કોઈ ના કરી શકે,ત્યારે ગમે તેવી પરિસ્થિતી હોય કે સમસ્યાઓ હોય તે માં મોગલના દર્શન માત્રથી દૂર થાય છે.
કોમી એકતાના અને ઉદાહરણો અવારનવાર સામે આવતા હોય છે.ત્યારે મોગલ ધામ કબરાઉમાં આવો જ એક કિસ્સો સામે આવતા લોકોએ ધન્યતા અનુભવી હતી.વાસ્તવમાં એક મુસ્લિમ પરિવાર મણીધર બાપુના દર્શને પહોંચ્યો હતો.દરરોજ સેકડો લોકો પોતાની માનતા લઈને માં મોગલ ધામ,કબરાઉ પહોંચે છે.
સાચા દિલથી કરેલી માનતાઓ અને મનોકામનાઓ માં મોગલ હંમેશા પોતાના ભક્તોની પૂરી કરે છે.માઁ મોગલે ઘણીવાર પોતાના અલગ-અલગ પરચા આપ્યા છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કર્યા છે.તેમને ખુશી આપતા હોય છે અને માં મોગલ અત્યાર સુધીમાં લાખો લોકો ના દુઃખને દૂર કર્યા છે અને મા મોગલને તમે યાદ કરો તો તમારું કામ પણ ચોક્કસપણે પૂર્ણ થઈ જાય છે.
મહત્વની વાત એ છે કે મા મોગલને લાખો કરોડો રૂપિયા ચડાવવાની જરૂર નથી પરંતુ માં મોગલ તો પોતાના ભક્તોના ભાવના ભૂખ્યા છે,સાચા દિલથી માનેલી મનોકામના માં મોગલ હંમેશા ભક્તોની પૂર્ણ કરે છે.વધુ એક મા મોગલનો પરચો આપણી સામે આવ્યો છે.ત્યારે આજે આપણે એક મુસ્લિમ પરિવાર રાખેલી માનતા સંપૂર્ણ શ્રધ્ધા વિશે જાણીશું
પરંતુ આજે જે બન્યું તેવું પહેલા ક્યારેય નહોતું બન્યું.આવું પહેલી વાર બન્યું છે કે,કોઈ મુસ્લિમ પરિવાર માં મોગલ ધામ પહોંચ્યો હોય.આમ તો સામાન્ય રીતે દરરોજ કેટલાય શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી થતા કબરાઉધામ મણીધર બાપુના ચરણે આવે છે.પરંતુ પહેલીવાર કબરાઉ ધામમાં મુસ્લિમ પરિવારને જે લોકો ચોકી ઉઠ્યા હતા.
ત્યારે મણીધર બાપુએ આ મુસ્લિમ પરિવારને જે શિખામણ આપી હતી તે આપણે દરેકે જીવનમાં ઉતારવા જેવી છે. મણીધર બાપુએ મુસ્લિમ પરિવારને જણાવ્યું હતું કે,આપણો દેશ એકતા અને ભાઈચારાનો દેશ છે.વધુમાં મણીધર બાપુએ કહ્યું કે પહેલા તમારા ખુદા,પછી અમારી માં ગીતા હોય કે કુરાન બંને સરખું જ છે.
મુસ્લિમ મહિલા તરફ હાથ ચીંધી મણીધર બાપુએ તેમને જન્મ આપનારી માં નું બિરુદ આપ્યું હતું.મણીધર બાપુએ એમ પણ કહ્યું હતું કે હું હિંદુ-મુસલમાનમાં નથી માનતો હું તેનો વિરોધ કરું છું.એક હિંદુ સાધુના મોઢે ખુદા પહેલા અને માં પછી આ શબ્દો સાંભળી મુસ્લિમ પરિવારને પણ હ્રદયમાં શ્રદ્ધા થઇ હતી.
હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.લોકોએ આ વિડીયો પસંદ કરી લોકોને શેર કર્યો હતો.ખરેખર મણીધર બાપુએ હિંદુ મુસ્લિમ કોમી એકતા માટે અનોખો સંદેશ પૂરો પાડ્યો છે.