વધતાં જતાં વ્યાજખોરોના આંતક સામે જાગૃતતા લાવવા સુરત નાં પરમાર પરીવારે કર્યું અનોખું કામ,લગ્ન કંકોત્રી માં લખાવ્યું એવું લખાણ કે તમે પણ કરશો વખાણ…
હાલમાં રાજયમાં વ્યાજખોરીનું પ્રમાણ ખુબ જ વધી ગયેલ છે હોય અનેક મધ્યમ વર્ગીય પરીવારો આ વ્યાજના વિષચક્રના ભોગ બનેલ છે જેને મીટાવવા માટે ગુજરાત પોલીસ દ્રારા વ્યાજખોરીના વિષ ચક્રમાથી નાગરિકોને મુકત કરવા જે મુહીમ ચલાવવામાં આવી રહી છે.
તે બાબતે નાગરિકો મા જાગૃતિ આવે તે ઉદેશીને સુરતના પરમાર પરીવારના દીકરાના લગ્રની કંકોત્રી માં તેની માહીતી ઉમેરવામાં આવી છે તથા વિવિધ બેંકો જે ઓછા વ્યાજ દરે લોન આપે છે તેની માહીતી મુકવામાં આવેલ છે.
વિવિધ લોનમાં જરુરી પુરવા તથા તેના વ્યાજદરોની માહિતી તથા બેકોની માહીતીનો ઉમેરો કરવામાં આવેલ છે.જેથી કરીને માહીતીને કારણે ઉચા વ્યાજદરે પ્રાઈવેટ લોન લેતા બચે અને વ્યાજખોરોના વિષચક્રનો ભોગ ન બને.
મહત્વનું છે કે,આગામી 12 ફેબ્રુઆરીના રોજ વિજય અને શ્વેતા લગ્નના તાંતણે બંધાવવા જઈ રહ્યા છે.સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા વિજય પરમાર દ્વારા લોકોમાં લોન અંગે જાગૃતિ ફેલાય અને સમાજનો કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરોના વિષ ચક્રનો ભોગ ન બને તેને ઉદેશીને કંકોત્રીમાં વિવિધ બેંકો જે ઓછા વ્યાજ દરે લોન આપે છે તેની માહીતી મુકવામાં આવેલ છે.
જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં લોકો એક બીજાની દેખા-દેખીમા લગ્રમાં પ્રંસગમાં અનેક ખોટા ખર્ચાઓ કરે છે પોતે પહોચી ના શકતા હોવા છતા ખોટા ખર્ચાઓ કરે છે પરિણામે પરીવારોને નાણાનીતંગીનો સામનો કરવો પડે છે અને તેનો લાભ વ્યાજખોરો ઉઠાવે છે.
અનેક કીસ્સાઓમાં વ્યાજખોરોના આંતકના લીધે અનેક પરીવારો ઘર વિહોણા પણ થય જાય છે.જેને લઈને આ લગ્ન કંકોત્રીમાં તમામ પ્રકારની લોન વિશેની માહિતી આપવામાં આવી છે.
જેને કારણે બન્ને પરીવારો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે,આપડે ખોટા ખર્ચ નહી કરીએ અને લુહારબંધુ વેલફેર કલબ દ્વારા આયોજિત થાય એમાં જોડાઈશું અને સમાજમાં આ બાબતે જાગૃતિ ફેલાવીશું.આમાથી જે પણ બચત થશે તથા લગ્નમાં ચાદલા-ભેટની એકઠી થયેલ રકમ ગરીબ બાળકોના અભ્યાસ પાછળ વાપરવામાં આવશે.