સુરતનાં આ પરિવારે લગ્નની કંકોત્રીમાં ચંપાવ્યા એવાં ફોટા કે,આ પરિવારની આખા ગુજરાતમાં થઈ રહી છે ચર્ચા…
અત્યારે લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે.ત્યારે અનોખી કંકોત્રી બનાવવાનો હાલમાં ટ્રેન ચાલી રહ્યો છે.ઘણા લોકો લગ્નની કંકોત્રીમાં પશુઓ કામ આવે તેવી કંકોત્રીઓ બનાવતા હોય છે.અથવા ઘણા લોકો સમાજલક્ષી ખૂબ જ સારા સારા મેસેજ કંકોત્રીમાં છપાવતા હોય છે.
હિન્દુ શાસ્ત્ર મુજબ લગ્નનું આયોજન થાય અને લગ્ન માટેની સૌપ્રથમ જ્યારે કંકોત્રી છાપાવવામાં આવે ત્યારે કંકોત્રી પર સૌ પહેલું નામ ભગવાન ગણેશનું અને ત્યારબાદ પોત પોતાના કુળદેવી દેવતાઓનું લખવામાં આવે છે.ત્યારબાદ આખી કંકોત્રી પર આગળના કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવે છે.પરંતુ સુરતમાં એક પરિવારે લગ્નમાં રાષ્ટ્રપ્રેમ દર્શાવ્યો છે.લગ્નની કંકોત્રી છપાવી છે.
પરંતુ આ કંકોત્રીમાં એક પણ જગ્યાએ કોઈ પણ ભગવાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.તેઓએ ભગવાનની જગ્યાએ આપણા દેશની આઝાદી અપાવનાર સ્વાતંત્ર સેનાનીઓના નામ અને ફોટા છાપી અનોખો દેશભક્તિનો સંદેશ વહેતો કર્યો છે.
ત્યારે સુરતના એક પરિવાર વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ સુરતના પરિવારે લગ્નની કંકોત્રીમાં કંઈક એવું લખ્યું કે,આ પરિવારને દિલથી સલામ કરવાનું મન થાય 24 નવેમ્બરના રોજ લગ્ન મુહૂર્ત શરૂ થયા બાદ સમગ્ર ગુજરાતમાં ચારે બાજુ લગ્નના ઢોલ વાગી રહ્યા છે.
ક્યારે સુરતના એક લગ્ન આયોજનમાં કંકોત્રી પર અનોખું રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો જે આ કંકોત્રીમાં ભગવાનનું નહીં.પરંતુ સ્વતંત્ર સેનાના ફોટા અને નામ છપાયું છે.એટલું જ નહીં પરંતુ કંકોત્રી ની અંદર આઝાદના ઘડવૈયા ના ફોટાઓ અને ઝલક જોવા મળી રહી છે.
સુરતમાં વર્ષોથી લાઇબ્રેરી ચલાવતા ગુજરાત કલામ સેન્ટર અંડર સેક્ટર કરંટ ચાવડાએ પોતાના લગ્ન નિમિત્તે આઝાદીના ઘડવૈયા બલિદાન યાદ કરીને અનોખો કંકોત્રી છપાવી હતી.તેમના લગ્ન આઠ ડિસેમ્બરના રોજ છે.સમગ્ર ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે.ત્યારે તેમને યાદ કરતા આ કંકોત્રી છાપવામાં આવી હતી.
લગ્નની કંકોત્રી ના પ્રથમ પેજ પર જ ભગવાનનો ફોટો અને પરંતુ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને શહીદ ભગતસિંહ સાથે સુભાષચંદ્ર બોઝ ના ફોટા છાપીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.હાલ અનોખી કંકોત્રી છાપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
ત્યારે સુરતના એક પરિવારે અનોખી કંકોત્રી છાપી સમાજને સંદેશો આપ્યો છે.કંકોત્રી છાપવા પાછળનું કારણ ચાવડા પરિવારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે,ભગવાનને તો આપણે હંમેશા પૂજતા રહ્યા છીએ.પરંતુ હાલમાં આપણા દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે.