આ શહેરમાં રસ્તા નહીં હોય,કાર નહીં ચાલે,ઉનાળામાં પણ બરફ જામશે,જાણો ક્યાં…
સાઉદી અરેબિયા માં એક શહેર વસાવવાની તૈયારી ચાલી રહી છે,જ્યાં ખાનગી વાહનો દોડી શકશે નહીં.સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ વિશેષ શહેર બનાવવાની ઘોષણા કરી છે.સમાચાર મુજબ આ શહેરનું નિર્માણ કાર્ય ખૂબ જલ્દીથી શરૂ થશે.વર્ષ 2017 માં જ નિઓમ પ્રોજેક્ટની ઘોષણા કરવામાં આવી હતી.આ શહેર પણ આ પ્રોજેક્ટનો એક ભાગ છે.
સાઉદી અરેબિયામાં બનેલા નવા શહેરનું ક્ષેત્રફળ લગભગ 170 કિલોમીટર હશે.સાઉદી અરેબિયા નિઓમ પ્રોજેક્ટ પર સાઉદી અરબ 500 બિલિયન અમેરિકી ડૉલર એટલે કે 36.32 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યું છે.નિઓમ પ્રોજેક્ટ હેઠળ બનાવાશે તે શહેરનું નામ ધ લાઇન રાખવામાં આવશે.
ધ લાઈન શહેરની સૌથી અગત્યની વાત એ છે કે અહીં ખાનગી કારોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.આ અનોખા શહેરમાં ફક્ત જાહેર વાહનોનો ઉપયોગ કરવામાં આવશે.શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે 100 થી 200 બિલિયન અમેરિકી ડૉલર એટલે કે 7.26 લાખ કરોડથી 14.53 લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે.તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયામાં નિર્માણ થવા જઈ રહેલા આ નવા શહેરમાં લગભગ એક મિલિયન લોકો રહેશે,જ્યારે વર્ષ 2030 સુધીમાં આ ખાસ શહેરમાં 3 લાખ 80 હજાર નોકરીઓ પણ સર્જાશે.
સાઉદી અરેબિયા સરકારનું કહેવું છે કે આગામી સમયમાં શહેરમાં કાર્બન ઉત્સર્જન નહીં થાય.આ અનોખા શહેરમાં શાળાઓ,આરોગ્ય કેન્દ્રો અને હરિયાળી હશે.ધ લાઈન શહેરને એવી રીતે બનાવવામાં આવશે કે કોઈ પણ મહત્વપૂર્ણ સ્થળે પહોંચવામાં 20 મિનિટથી વધુ સમયનો સમય લાગશે નહિ.આ શહેર બનાવવા માટે કૃત્રિમ બુદ્ધિ મહત્વની ભૂમિકા નિભાવશે.
નિઓમ પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલા આ અનોખા શહેરમાં અલ્ટ્રા-સ્પીડ ટ્રાંઝિટ અને ઓટો નોમ્સ મોબોલીટી સોલુશન્સ નો ઉપયોગ કરવામાં આવશે.લાલ સમુદ્રના કાંઠે આ શહેરના નિર્માણથી વર્ષ 2030 માં સાઉદી અરેબિયાની જીડીપીમાં 48 અબજ ડોલરનો ઘટાડો થવાનો અંદાજ પણ કરવામાં આવી રહ્યો છે.