અથાગ મહેનત કરીને વડોદરા ની આ દિકરી એ કરી સીએસ ની પરીક્ષા પાસ,સીએસની પરીક્ષામાં ટોપ કરીને પરિવારનું નામ ગર્વથી રોશન કર્યું.
આજે અભ્યાસનું મહત્વ ખુબ જ વધી ગયું છે,તેથી દરેક લોકો આજે અભ્યાસ કરીને પોતાના જીવનમાં આગળ વધીને મોટી સફળતા મેળવતા હોય છે,ઘણા લોકો સારો અભ્યાસ કરીને મોટા પગારવાળી નોકરીઓ અને ધંધો પણ કરતા હોય છે,આજે દેશની દરેક દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધીને પોતાના પરિવારનું નામ ગર્વથી રોશન કરતા હોય છે.
આજે આપણે એક તેવી જ દીકરી વિષે વાત કરીશું, આ દીકરીએ CS બનીને ઇતિહાસ રચી દીધો હતો,ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાની સીએસની પરીક્ષા ડિસેમ્બર વર્ષ ૨૦૨૨ માં લેવાઈ હતી અને તે પરીક્ષાનું હાલમાં રિઝલ્ટ આવ્યું હતું તો તેમાં વડોદરાના આઠ નવા સીએસ બન્યા હતા,તેની સાથે સાથે બે ટોપર્સેએ પણ બાજી મારી હતી.
જેમાંથી એક દીકરી સ્તુતી પંડ્યા છે,સ્તુતીએ સીએસની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવીને મોટી સિદ્ધિ મેળવી લીધી હતી,સ્તુતીએ સીએસ બનવા માટે માર્ચ મહિનાથી જ તૈયારી કરવાની શરૂઆત કરી દીધી હતી,સ્તુતી આ પરીક્ષાની તૈયારી કરવા માટે રોજે રોજ સવારે વહેલા ઉઠીને સીએસના ત્રણેય સ્ટેજના કાયદાની જાણકારી મેળવી હતી.
તે જાણકારી સ્તુતીને ઘણી ઉપયોગી નીવડી હતી અને આજે સ્તુતીએ મોટી સિદ્ધિ મેળવીને સમાજમાં માતાપિતાનું ગૌરવ વધાર્યું હતું,આજે સ્તુતિ પોતાની મહેનતથી ટોપર્સ બની હતી અને મોટી સિદ્ધિ મેળવી હતી,સ્તુતીએ મોટી સફળતા મેળવીને આખા પરિવારનું નામ દેશભરમાં ગર્વથી રોશન કર્યું હતું.
સ્તુતીથી બધા લોકો પ્રેરિત થઈને ખુબ જ ખુશ થઇ ગયા હતા, સ્તુતીએ પોતાના જીવનમાં આગળ વધવા માટે એક શીડયુલ બનાવ્યો હતો તેવી રીતે તેઓએ તેમના જીવનમાં આગળ વધીને મોટી સિદ્ધિ હાંસિલ કરી હતી.