આ એક એવું ચમત્કારી ફળ છે જેના સેવન થી લિવર,યુરીક એસિડ,ગઠિયા તેમજ કેન્સર જેવી મોટી બીમારીઓ માંથી અપાવે છે કાયમી છુટકારો,જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદાઓ

આપણે ઘણી વખત ગામડામાં ફરવા જઈએ ત્યારે વગડામાં તો આંટો મારવા માટે ચોક્કસ જઈએ છીએ.અને વગડામાં ઘણી બધી એવી વનસ્પતિ રહેલી છે.જેને આપણે જોઈએ છીએ,અને ઘણી બધી એવી પણ વનસ્પતિ હોય છે જેને આપણે ઓળખાતા હોઈએ છીએ.ઘણી વખત આપણે જ્યારે ગામડામાં જઈએ ત્યારે થોરની ઉપર ફીંડલા આવેલા હોય છે. લાલ લાલ ચટક દેખાતા હોય છે.ઘણા તેને હાથલા પણ કહે છે.આ છોડ પર નજર પડતાં જ આપણને સીધુ કાંટાવાળી વસ્તુ જ મગજમાં આવી જાય છે.પરંતુ શું તમે થોર ના ફળ ને ખાધું છે?આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.અને મોટા મોટા રોગોને દૂર કરવા માટે પણ ઉપયોગી છે.

ફીંડલા માં લોહી નું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે.એટલે જે વ્યક્તિને હીમોગ્લોબિનની ખામી હોય તે લોકો માટે વરદાન સમાન છે.અને એનિમિયા સામે પણ રક્ષણ આપે છે.આ ઉપરાંત ડાયાબિટીસ,હૃદયરોગ જેવી બીમારીઓમાં પણ ખુબજ અસરકારક છે.ફીંડલામાં ટાઈપ ટૂ ડાયાબિટીસ મટાડવા માટેના તત્વો પણ આવેલા છે.આ સિવાય કોલેસ્ટ્રોલ, સોજો આવ્યો હોય તો તેની માટે પણ ખૂબ જ ઉપયોગી છે. માટે સૌપ્રથમ તેના કાંટા દૂર કરવા પડે છે.અને ત્યારબાદ તેની છાલ કાઢવી પડે છે.

ફીંડલા જે વ્યક્તિને વજન ઓછું કરવું હોય તે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.કોલેસ્ટ્રોલ ઓછું કરે છે.આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ ખુબ જ ઉપયોગી છે.આ ઉપરાંત ફિંડલા નું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ખામી થતી નથી.થોરના ફિંડલા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.ફિંડલા નું જ્યુસ ગરમ પાણી સાથે લેવાથી તરત જ હિમોગ્લોબીન ની માત્રા વધી જાય છે.અને વાઇટ બ્લડ સેલ્સની માત્રા પણ ખૂબ જ વધી જાય છે.

આ ઉપરાંત જે લોકોને પેટમાં ચાંદા પડ્યા હોય અથવા તો પેટની કોઈ પણ ફરિયાદ હોય તો તેને માટે ફિંડલાનો રસ ખૂબ જ ફાયદાકારક છે.થોરનું દૂધ લગાવવાથી મસા તરત જ નીકળી જાય છે.અને દુખાવો પણ થતો નથી.આ ઉપરાંત શરીરમાં કેલ્શિયમની ખામીને કારણે દાંત કે હાડકામાં દુખાવો થાય છે. તો તમને કેલ્શિયમની ખામી હોય છે.તે ખામી દુર કરવા માટે ફિંડલા ખુબજ ઉપયોગી છે.

આ સિવાય થોરના પણ ઘણા બધા ફાયદા આવેલા છે.જો કાન માં તકલીફ હોય તો પાકા પાંદડાના રસને બે-બે ટીપાં કાનમાં નાખવાથી બહેરાશ દૂર થાય છે.આ ઉપરાંત કોઈ સોજો આવ્યો છે.અથવા તો સાંધાનો દુખાવો કે ગુમડા થયા છે અને ચાલી નથી શકતા,તો પાંદડા ને વચ્ચે થી કાપી દળવાળા ભાગ પર હળદર અને સરસીયું તેલ લગાવી ગરમ કરીને બાંધવાથી સોજો તરત જ ઊતરી જાય છે.

ફીંડલાનુ સેવન આ લોકોએ ક્યારે કરવું ન જોઈએ.પ્રેગ્નન્સી દરમિયાન ફિંડલાનો ઉપયોગ ન કરવો જોઈએ.આ ઉપરાંત જે લોકોને ફિંડલા માફક નથી આવતા તે લોકોને એમના મોઢામાં મુકતો જ તરત જ ઊલટી થઈ જાય છે.અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે.ઘણીવાર ફિંડલાને તોડતી વખતે શરીર પર ખંજવાળ આવી શકે છે.અને લાલ ચકામાં પણ થઈ શકે છે. જ્યારે જ્યારે ફિંડલા તોડતા હોય ત્યારે તેનું દૂધ આંખમાં ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ,નહીં તો આંધળાપણું પણ થઈ શકે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »