ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરીવાર ચર્ચામાં,જાહેર માં આમ આદમી પાર્ટીના નેતા પર લગાવ્યાં ગંભીર આક્ષેપ…..

ટિક્ટોક ગર્લ કીર્તિ પટેલનો એક વીડિયો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે.આ વાઈરલ વીડિયોમા કીર્તિ પટેલ જૂનાગઢના ભેંસાણ પોલીસ વાત કરી રહી હતી.આ બોલચાલી દરમિયાન કીર્તિ પટેલે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને તેના ભત્રીજા જમન ભાયાણી સામે ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે ‘આજે છોકરીની ઈજ્જત નીકળે ને તો કોઈ સામું ન જોવે’.‘આપના ચૂંટાયેલા ધારાસભ્ય ભુપત ભાયાણીના કહેવાથી આ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

આગળ વાત કરતા કીર્તિ પટેલે કહ્યું કે ‘મને મારો ન્યાય જોઈએ અને મને મારી ઈજ્જત પાછી જોઈએ.આ રીતે તમે મને રોકી ના શકો.અમે કોઈ ગુનેગાર છીએ? અમે કોઈ આતંકવાદી છીએ? તો આ બંદોબસ્ત કેમ? તમે પણ ચાલો મારી જોડે તેના ઘરે.મારે તેને હાથ પણ નથી અડાડવો.મારે ખાલી મારા સવાલોના જવાબો જોઈએ છે.

આ સાથે કીર્તિ પટેલે પોલીસને સ્પષ્ટ ચીમકી આપતા કહ્યુ કે જો મને ન્યાય નહીં મળે તો હું અહીં જ દવા પી લઈશ અને મરી જઈશ.કીર્તિ પટેલ કહે છે કે મને જમન ભાયાણી રાખવાં તૈયાર છે. તો પોલીસ કેમ રોકી રહી છે. મને તેમને મળવા દયો મારે મારાં સવાલ નાં જવાબ જોઈએ છે.

 

આ સાથે તેણે કહ્યુ કે ભુપત ભાયાણી,જમન ભાયાણી અને ભેંસાણની પોલીસ જવાબદાર રહેશે.હું કસમથી કહું છું કે આજે મને ન્યાય નહીં મળે,જવાબ નહીં મળે તો હું મરી જઈશ. હાલ તે પોતાનાં સાથીઓ સાથે જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે આવેલ હતી. જ્યાં પોલીસ દ્રારા તેમને રોકવામાં આવેલ અને ત્યાંથી પોલીસ સ્ટેશનમાં લઈ જવા માં આવેલ.

આ સાથે કીર્તિ પટેલે પોતાના અંગત જીવન માટે પણ આ લોકોને જવાબદાર ગણાવતા ખ્યુ કે મારા પિતાએ મને કાઢી મૂકી છે, મારી સગાઈ તૂટી ગઈ છે આવા લોકોના કારણે જ થયુ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »