ઉમરાળાના લંગાળા ગામના જયપાલ હુંબલે પોતાના રક્તથી રક્ષામંત્રીને પત્ર લખી સેનામાં આહીર રેજીમેન્ટની માંગ કરી
ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટનું ગઠન કરવાની સમગ્ર દેશમાંથી માંગ પ્રબળ બની રેજાંગલા યુદ્ધમાં શહીદ થયેલા ૧૪૪ આહીરોને આહીર રેજિમેન્ટમાં સ્થાન આપવા રક્ષામંત્રી રાજનાથસિંહને ખૂનથી પત્ર લખાયા
લોહીના એક એક કણમાં દેશ ભક્તિ સમાયેલી છે તેવા ઉદેશ્ય સાથે સમગ્ર દેશમાંથી આહીર સમાજ દ્વારા આહીર રેજીમેન્ટની ક્રાંતિ હાથ ધરવામાં આવી છે વર્ષ ૧૯૬૨માં રેજાંગલા યુદ્ધ થયું હતુ જેમાં દુશ્મન ના ૨૦૦૦ જેટલા સૈનિકોનો ખાતમો કરવામાં આવ્યો હતો
આ યુદ્ધમાં ૧૧૪ જેટલા આહિર સૈનિકોએ શહીદી વહોરી હતી આ શહીદોના સન્માન માટે આહીર રેજીમેન્ટની ક્રાંતિ હાથ ધરવામાં આવી છે આહીર રેજીમેન્ટમાં શહીદોના નામ લખીને તેમના બલિદાનને યોગ્ય ન્યાય આપવાની ખેવના સાથે રક્ષા મંત્રી રાજનાથસિંહને ખૂન રક્તથી પત્ર લખવામાં આવી રહિયા છે ૧૧૦૦ વધુ આહીર યુવાનોએ ખૂન રક્તથી પત્ર લખવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે
તેમજ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અનિશ્ચિત સમય માટે ધારણા પર ઉતારવામાં આવશે તેમ ભાવનગર જિલ્લાના ઉમરાળાના લંગાળા ગામના આહીર યુવાન જયપાલ હુંબલ દ્વારા આહીર રેજીમેન્ટ ક્રાંતિની માંગ હાથ ધરવામાં આવી છે મૃત્યુ યા ફતેહ અને વિજય યા વીરગતિ ના સૂત્રો સાથે અનિશ્ચિત કાંતિ મા આહિર યુવાન આહીર જયપાલ હુંબલ દ્વારા પોતાના લોહી થી લખેલો પત્ર રક્ષા મંત્રી રાજનાથસિંહને મોકલીને સૈન્યમાં આહીર રેજીમેન્ટ ફળવા માટેની માંગણી કરેલ છે આહિર રેજિમેન્ટ હક હૈ હમારા”જય યાદવ જય માધવ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા