વિદ્યા સહાયક ના વધામણાં 2022 કાર્યક્રમ યોજાયો ત્રાપજ ટેટ પાસ સંગઠન દ્વારા ચાર પાંચ વર્ષ થી ચાલતી લડત ને આખરે મળી સફળતા
વિદ્યા સહાયક ના વધામણાં 2022 કાર્યક્રમ યોજાયો ત્રાપજ ટેટ પાસ સંગઠન દ્વારા ચાર પાંચ વર્ષ થી ચાલતી લડત ને આખરે મળી સફળતા
ટેટ પાસ ઉમેદવાર હરદેવસિંહ વાળા ના નેતૃત્વમાં યોજવામાં આવ્યો કાર્યક્રમ ગુજરાત સરકાર મા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ ટેટ પાસ ઉમેદવારો ના જીવનમાં સોનેરી સવાર
રાજ્યમાં ટેટ પાસ કરેલા અંદાજે 50હજાર કરતા વધુ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયક ભરતીની રાહમાં હતા અને શિક્ષણ મંત્રી તેમજ સરકારમાં અનેક વખત રજુઆત કરી ચુક્યા હતા ત્યારે આ ઉમેદવારો રજૂઆતને ધ્યાને લઈને શિક્ષણ મંત્રી દ્વારા આજ રોજ વિદ્યાસહાયકની જાહેરાત આપવામાં આવતા વિદ્યાસહાયક ભરતીના ઉમેદવાર હરદેવસિંહ દ્વારા તેમના નિવાસસ્થાને વિદ્યાસહાયકના વધામણાં નામનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં તેમની સાથે અન્ય ઉમેદવાર સાથે અન્ય મિત્રો પણ જોડાઈને આ જાહેરાતને વધાવી હતી.
સાથે ઢોલ શરણાય દ્વારા નાચગાન કરવામાં આવ્યું હતું અને ઉમેદવાર હરદેવસિંહ સાથે ધર્મેન્દ્રસિંહ ચૌહાણ પણ જોડાણા હતા તમામ ઉમેદવારવતી હરદેવસિંહ વાળા દ્વારા શિક્ષણમંત્રી તેમજ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો