ઉમરાળાના યુવા એડવોકેટ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ
ઉમરાળા સેવાકીય પ્રવૃતિઓ કરતાં યુવાનો દ્રારા હર હંમેશ કંઈક અલગ કાર્ય કરી દરેક યુવાનોને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડે છે હાલમાં ઉમરાળાના યુવા એડવોકેટ વિનોદગીરી ગોસાઇ ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરી સાથો સાથ જન્મદિવસની ઉજવણી માં તેમનાં દ્રારા દરેક મિત્રોને ચકલી ઘર વિતરણ કરી દરેક યુવાનોને ચકલી બચાવો અને પયૉવરણ બચાવોનાં શુભ સંદેશ સાથે દરેક મિત્રોને પોતાનો જન્મદિવસ આવી રીતે ઉજવવા અનુરોધ કર્યો ચકલી ઘર વિતરણ આ યુવાનો દ્રારા અનેક વખત કરવામાં આવ્યું છે
તેમજ છેલ્લા પાંચ વર્ષથી આ યુવાનો ઉમરાળા વલભીપુર હાઇવે પર પક્ષી માટે ૭૦ થી વધુ પાણીનાં કુંડા લગાવી નિયમિત પાણી ભરે છે અને પક્ષી ચણ માટેનાં ૫૦ બડૅ ફીડર પણ લગાવી નિયમિત પક્ષીને ચણ માટેનુ અદ્ભુત કાર્ય કરે છે આ સિવાય આ યુવાનો દ્વારા અન્ય અનેક વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા