અમુક વ્યક્તિત્વો એવા હોય છે જેને તમે ચાહી શકો, ધિક્કારી શકો, પણ અવગણી ન શકો.

બંધારણનાં ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ આ મામલે પહેલાં મૂકવું પડે. જિંદગીનાં આરંભથી અંત સુધી ભારતની જડ જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતાએ તેમને રુંવે રુંવે દઝાડ્યાં હતાં. છતાં પરિસ્થિતિથી ભાગ્યા વિના તેઓ પોતાના મિશનને વળગી રહેલાં. વડોદરામાં ગાયકવાડ સરકારની નોકરી દરમિયાન તેમણે વેઠેલી તકલીફોનો ઈતિહાસ જાણીતો છે. પણ અમદાવાદની તેમની મુલાકાતોથી આજેય બહુમતિ લોકો અજાણ છે. ત્યારે આ બાબતે જાણવું જરૂરી બની જાય છે.

ડો. આંબેડકરની અસ્પૃશ્યોદ્ઘારની ચળવળમાં અમદાવાદ છેક 1924થી સક્રીય હતું. એટલે જ ઈ.સ. 1928થી 1945 સુધીમાં પાંચ વખત તેઓ અમદાવાદની મુલાકાતે આવેલાં. એ દરેક વખતે શું શું કાર્યક્રમો યોજાયેલા, ક્યાં સ્થળે યોજાયેલાં તે તમામ વિગતો આ સ્ટોરીમાં સામેલ છે. આ સિવાય મજૂર મહાજનનાં કહેવાથી કોણે તેમને કાળા વાવટા બતાવેલાં અને પછી તે જ વ્યક્તિનાં ઘરમાં દીકરો કેવી રીતે મોટો આંબેડકરવાદી થયો તેની રસપ્રદ વાત પણ અહીં મૂકી છે. આવા તો બીજા પણ અનેક પ્રસંગો ડો. આંબેડકરની અમદાવાદ મુલાકાત સાથે જોડાયેલાં છે. પરંતુ અન્ય મહાનુભાવોની જેમ તેમની એકેય સ્મૃતિઓ અહીં સચવાયેલી નથી. એકમાત્ર દિલ્હી દરવાજાથી આર.સી. ટેકનિકલ સ્કૂલ તરફ જતા રસ્તે, જ્યાં તેમણે સભા સંબોધી હતી, તેને ‘ડો. આંબેડકર માર્ગ’ નામ આપવામાં આવ્યું છે. આ મામલે વધુ જાણકારી ડો. પી.જી. જ્યોતિકરનાં પુસ્તક ‘ગુજરાતની આંબેડકરી ચળવળનો ઈતિહાસ’માં મળે છે. જે જિજ્ઞાસુઓએ ચોક્કસ વાંચવું જોઈએ.

ડો. આંબેડકરની અમદાવાદની મુલાકાતોની સંપૂર્ણ જાણકારી માટે નીચેની લિંક પર ક્લિક કરો. જો તેમને મારું કામ ગમતું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રોમાં શેર કરો, કમેન્ટ કરીને આપનો પ્રતિભાવ જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »