જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા જીલ્લા પંચાયત ના પ્રમુખ અને સભ્યો માટે બાળ અધિકાર, બાળ સંરક્ષણ, અને પોક્સો એક્ટ વિશે તાલીમનું થયું
આયોજન. દીવનાં માનનીય કલેકટર શ્રીમતી, સલોની રાય અને દીવનાં મામલતદાર સાહેબશ્રી સી.ડી.વાંજાનાં માર્ગદર્શનમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા જીલ્લા પંચાયત ના પ્રમુખ અને સભ્યો માટે બાળ અધિકાર, બાળ સંરક્ષણ, અને પોક્સો એક્ટ વિશે તાલીમનું આયોજન થયું હતું.
જેમાં પોક્સો અધિનિયમ–૨૦૧૨,(Safe and Unsafe Touch) અને બાળઅધિકારનાં સંદર્ભમાં માહિતી અને સમજણ આપવામાં આવેલ હતી. જેમાં જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતિ બામણીયા અમૃતાબેન અમૃતલાલ, અને જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી શશીકાંત માવજીભાઈ તેમજ જીલ્લા પંચાયતના સભ્ય હાજર રહ્યા હતા.
આ તાલીમ સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર શ્રી સંજીવ પંડ્યાનાં નિર્દશનમાં કરવામાં આવેલ હતો.
આ તાલીમ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા બાળ અધિકાર, બાળ સરક્ષણ, પોક્સો અધિનિયમ–૨૦૧૨ Safe and Unsafe Touch ની જાણકારી આપતી એનિમેટેડ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. જીલ્લા બાળ સુરક્ષા અધિકારી મત્રેય ભટ્ટ દ્વારા જણાવ્યું કે જીલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચાઈલ્ડ લાઈન બાળકોના અધિકારો અને બાળ સંરક્ષણ પર કામ કરે છે. જેમાં રક્ષણ અને જરૂરીયાત ધરાવતા બાળકો અને કાયદાનાં સંઘર્ષમાં આવેલા બાળકોને સમાવેશ થાય છે. ભારતનાં બંધારણની જોગવાઈઓ થકી બાળકોને જન્મથી જ મળી જતા મૂળભૂત અધિકારો વિશે માહિતી આપવામાં આવી હતી. બાળમજૂરી અને બાળયૌન શોષણ જેવા સામાજીક દૂષણને દૂર કરવા માટે જ આ માહિતી અને સમજણની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.
આ તાલીમનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મત્રેય ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતું. આ તાલીમ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીના સંયુક્ત પ્રયાસો થકી સાકાર થયેલ હતો.
ભાવના શાહ દીવ