ફરી એક આજની સત્યઘટના આ તસવીર છે રાજુલાના એક મુસ્લિમ આધેડની. વર્ષો પહેલાં ટ્રેન દુર્ઘટનામાં હાથ-પગ ગુમાવ્યા બાદ ખુદાની બંદગી કરી જીવન પસાર કરતાં આ વ્યક્તિ હું

ફરી એક આજની સત્યઘટના
આ તસવીર છે રાજુલાના એક મુસ્લિમ આધેડની. વર્ષો પહેલાં ટ્રેન દુર્ઘટનામાં હાથ-પગ ગુમાવ્યા બાદ ખુદાની બંદગી કરી જીવન પસાર કરતાં આ વ્યક્તિ હું રાજુલામાં એન્ટર થાઉં ત્યારે આગરીયા જકાતનાકાથી થોડો આગળ વધતા પથ્થરની ખાણ પાસે ઢાળ ઉપર મને નિયમિત જોવા મળે. હું

રાજુલા તાલુકામાં દિવ્યાંગ બાળકોના શિક્ષક તરીકે કાર્યરત હોવાથી વિકલાંગ લોકો માટે વિવિધ યોજનાઓની જાણકારી હોય ત્યારે એવું થયું કે આ ભાઈને મળી વિકલાંગતા અંગે જરૂરી વાતચીત કરું એ આશયથી દિવાળી તહેવારો ઉપર એકવાર મળ્યો ત્યારે તેમણે દુર્ઘટના અંગે વાત કરી હતી અને પોતાનું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોવાનું જણાવ્યું હતું. બેકમાં આધાર કાર્ડની નકલ આપી હોવાથી ત્યાંથી ઝેરોક્ષ મેળવી નવું આધાર કાર્ડ મેળવવા માટે કાર્યવાહી કરીશ એવું મને તેમણે કહ્યું હતું પરંતુ હમણાં દિવાળી તહેવારો પછી કામ થશે. ઘરની વાસ્તવિક પરિસ્થિતિનો તપાસ કરી તેમની દિવાળી સારી જાય તે માટે આપણા ઓનલાઈન ડોનેશનમાંથી જરૂરી મદદ પહોંચતી કરી હું મારા ઓફીસ કામે જવા નીકળી ગયો હતો અને આજે ફરી બપોરના સમયે તેમને મળવાનું થયું હતું એટલે આધાર કાર્ડ અંગે પૂછપરછ કરી પરંતુ હજુ બેંકમાં ગયા નથી તેમ કહ્યું. એમનું આધાર કાર્ડ આવી જશે પછી તેમને વિકલાંગતાનું સર્ટિફિકેટ અને તેમને મળતી તમામ પ્રકારની સહાય અંગે જરૂરી તમામ પ્રકારની મદદ કરવાની મેં ખાતરી આપી હતી અને પછી ઘરમાં ખાવાપીવાની કેમ પરિસ્થિતિ છે તે અંગે પૂછ્યું તો મને કીધું કે તમને ઘણીવાર કહેવાનું મન થાય પરંતુ તમે તો એકવાર મદદ કરી એટલે વારેવારે કેમ કહેવું…! એટલે વાત નથી કરતો. હું વાસ્તવિક પરિસ્થિતિ સમજી ગયો અને આજે ફરીથી આપણા ઓનલાઈન ડોનેશનમાંથી જરૂરી મદદ પહોંચતી કરી છે ત્યારે માં સોનબાઈ આવા લોકો અને તેમના પરિવારને કાયમી ખૂશ રાખે એજ પ્રાર્થના…
આવી અનેક સત્યઘટનાઓ મારી સાથે બની રહી છે જે સમયાંતરે રિલીઝ કરતો રહીશ અને આવી સત્યઘટનાઓએ મારા જીવનમાં પણ નવો વળાંક લાવી દીધો છે ત્યારે આવતીકાલે માં સોનબાઈના ચરણોમાં શિશ ઝુકાવવા મઢડા જઈ રહ્યો છું અને એક પ્રાર્થના કરવા પણ જઈ રહ્યો છું કે હવે પછીનું મારું શેષ આયુષ્ય મારા માટે નહીં પરંતુ આવા પરિવારો માટે જીવવું છે. આવા સેવાકાર્ય કરતાં કરતાં પણ કોઈની લાગણી ના દુભાઈ એ પ્રાર્થના પણ કરવી છે ત્યારે માં સોનબાઈ આપણને સૌને સદૈવ ખૂશ રાખે અને જાતિવાદ-જ્ઞાતિવાદથી દૂર રાખીને સતકર્મ કરવાની ખૂબ પોઝિટિવ શક્તિ આપે એજ પ્રાર્થના સાથે…

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »