અંબાણી પરિવારમાં લગ્નનો માહોલ,અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ,સગાઈ માં ઉમટ્યો બોલીવુડ અભિનેતા અને અભિનેત્રી નો મેળો…

દેશના સૌથી મોટા બિઝનેસમેન અંબાણી પરિવારમાં હાલ જશ્નનો માહોલ છે.મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથેના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.આ કપલ ટૂંક સમયમાં જ ભવ્ય સમારોહમાં લગ્નના બંધનમાં બંધાશે.હાલમાં અંબાણી અને મર્ચન્ટ ફેમિલીમાં પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.આ ગ્રાન્ડ વેડિંગ સેરેમનીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.આ જ પરિપેક્ષમાં મંગળવારે મહેંદી સેરેમની પણ યોજાઇ હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ અને રાધિકા મર્ચન્ટની સગાઈ 19 જાન્યુઆરીને ગુરુવારે થશે.મહેમાનોને ભારતીય પરંપરાગત વસ્ત્રો પહેરવાનું કહેવામાં આવ્યું છે.મંગળવારે મહેંદીની વિધિ સાથે ઉત્સવની શરૂઆત થઈ,જેના ફોટા વાયરલ થયા છે.

આખું બોલિવૂડ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની ઉજવણીમાં હાજરી આપતું જોવા મળ્યું હતું.સલમાન ખાનથી લઈને શાહરૂખ ખાને પાર્ટીમાં ગ્લેમર ઉમેર્યું.ઈશા અંબાણીએ તેની નાની ભાભીનો આવો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેને સોશિયલ મીડિયા પર ચારે બાજુથી વાહ વાહ મળી રહી છે.

લોકો રાધિકા મર્ચન્ટ ફોટોને ગૌરવપૂર્ણ યુવતી પણ કહી રહ્યા છે.મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ રાધિકા મર્ચન્ટનો આ ફોટો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

ફોટામાં રાધિકા મર્ચન્ટ પણ પતિ અનંત અંબાણી અને સસરા મુકેશ અંબાણીના હાથ પકડીને જોવા મળે છે.રાધિકાનો આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.લોકો રાધિકાના વખાણ કરી રહ્યા છે અને તેને ‘પ્રાઉડ યંગ લેડી’ કહી રહ્યા છે.

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની પાર્ટીમાં સમગ્ર બોલિવૂડ ઉમટી પડ્યું હતું.ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા બચ્ચન સાથે પહોંચી હતી.માતા-પુત્રીનું રૂપ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા.આરાધ્યા બિલકુલ ઐશ્વર્યા જેવી દેખાવા લાગી છે,સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »