પ્રમુખસ્વામી નગરમાં ચોરને શારદાબેનની પીઠમાં કોના થયા દર્શન.જૂઓ આ ચમત્કાર…..
છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી નગરમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં હરિભક્તો એક અદભુત નજારો નિહારવા માટે આવતા હોય છે.
19 ડીસેમ્બર 2022ના રોજ,અમદાવાદના પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે તે પ્રમુખસ્વામી નગરમાં, સલામતીના કામમાં સેવા આપતા શારદાબેન સાવલિયાની ફરજ ગેટ નંબર-2 પાસે પ્રેમવતી પાસે હતી.ત્યાં એક ગાડું છે. ત્યાં ચાર ભાઈઓ બેઠાં હતાં.શારદાબેને ત્યાં જઈને કહ્યું કે ‘જય સ્વામિનારાયણ ! ભાઈ,અહીં ન બેસો.આ બેસવાની જગ્યા નથી !’તેઓ શારદાબેન સામે જોતાં રહ્યા,ઊભા થયા નહીં.
શારદાબેન પરત જઈ રહ્યા હતા,ત્યાં એક ભાઈએ,દોડીને શારદાબેન પાસે જઈને કહ્યું કે ‘જય સ્વામિનારાયણ, દીદી ! તમે અમારી સાથે વાત કરીને પાછા ફર્યા ત્યારે તમારી પીઠમાં અમને પ્રમુખસ્વામીના દર્શન થયા ! અમને કંપારી છૂટી ગઈ ! અમે તો અહીં લોકોના મોબાઈલ,પાકીટ,વસ્તુઓની ચોરી કરવા આવ્યા હતા.પરંતુ અમે હવે ચોરી નહીં કરીએ. અમે પ્રમુખસ્વામી નગરના દર્શન કરીને જઈશું.અમે પ્રમુખસ્વામીના સત્સંગી બનીશું !’
શારદાબેન કહે છે ‘આ ચમત્કારના સાક્ષી મારી સાથેના કિરણબેન માવાણી અને રસિલાબેન રૈયાણી છે.હું આ પ્રસંગ યાદ કરું છું તો મારા રૂંવાડા ઊભા થઈ જાય છે.મને થયું કે ખરેખર પ્રમુખસ્વામી મહારાજ દિવ્યદેહે પ્રમુખસ્વામી નગરમાં જ છે !આ ચોરી કરવા આવેલા ભાઈઓ પૂર્વજનમના મુમુક્ષજી હશે તો જ એને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થાય !તો જ એનું જીવન પરિવર્તિત થાય !’
વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં BAPS સંસ્થા 160 કરતાંય વધુ પ્રવૃતિઓથી પ્રત્યેક માનવના સર્વતોમુખી ઉત્કર્ષ માટે અભૂતપૂર્વ આધ્યાત્મિક,સામાજિક અને સાંસ્કૃતિક સેવાઓની ભાગીરથી વહાવી રહી છે.નૈતિક મૂલ્યોનું પ્રસારણ હોય,વ્યસનમુક્તિ હોય,પર્યાવરણ સંરક્ષણ હોય કે આદિવાસી ઉત્થાન હોય,પ્રમુખસ્વામી મહારાજની કરુણા પ્રત્યેક વર્ણ-વય,જ્ઞાતિ-જાતિ,દેશ-વેશ અને ધર્મ-કર્મની વ્યક્તિઓ પર વરસી છે.