380 ફૂટ ઊંચા ધોધના કિનારે આ યુવતી એ કર્યુ એવું કે,કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ,જુઓ વીડિયો…..
દુનિયામાં ઘણા પ્રકારના લોકો છે.જેમને અલગ-અલગ કામ કરવાનું પસંદ કરે છે.જ્યાં કેટલાક લોકોને એડવેન્ચર ખૂબ ગમે છે,તો કેટલાક લોકોને ફરવું ગમે છે,તો કેટલાક લોકોને એવા કામ કરવા ગમે છે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે.જો કે સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે,પરંતુ તેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે.જેને જોઈને આપણી પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
ઝામ્બિયા-ઝિમ્બાબ્વે બોર્ડર વચ્ચે વિશ્વના સૌથી મોટા ધોધ વિક્ટોરિયા ફોલ્સના કિનારે પડેલી એક છોકરીનો વીડિયો લોકોને ચોંકાવી રહ્યો છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયો છે.
આમ કરવાથી ભયમુક્ત નથી.વિક્ટોરિયા વોટર ફોલ એ વિશ્વના સૌથી ઊંચા વોટર ફોલ પૈકી એક છે.દૂર-દૂરથી લોકો અહીં પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા આવે છે.
આજે અમે તમને આવા જ એક વીડિયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જેમાં એક યુવતી 380 ફૂટની ઉંચાઈએ આવેલા ધોધની મજા માણી રહી છે.હા,તમે બિલકુલ સાચું સાંભળ્યું.ખરેખર,આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.વીડિયો@weirdterrifying દ્વારા શેર કરવામાં આવ્યો છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી લગભગ 380 ફૂટની ઊંચાઈએ આવેલા ધોધની મજા લેતી જોવા મળી રહી છે.
Just learned that standing this close to a 380 feet waterfall is a thing (Devil’s pool – Victoria falls ) pic.twitter.com/LwjOxoUrYF
— Weird and Terrifying (@weirdterrifying) December 30, 2022
આટલી ઉંચાઈના ધોધ પર જઈને છોકરી પાણી પર સૂઈ રહી છે અને ધોધ ઘણો ઊંડો છે.જેને જોઈને લોકો ડરી જાય છે,પરંતુ નવાઈની વાત એ છે કે આ છોકરી આટલી ઉંચાઈ પર આવેલા ધોધને ખૂબ જ સરળતાથી અને મસ્તીથી માણી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 11 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે, સાથે જ આ વીડિયોને 1 લાખ 50 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે, સાથે જ તેને 12000થી વધુ વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે.
આ વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની રહ્યો છે.લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.વિક્ટોરિયા ધોધનું નામ ડેવિડ લિવિંગસ્ટોન દ્વારા બ્રિટનની રાણી વિક્ટોરિયાના નામ પરથી રાખવામાં આવ્યું હતું,જેઓ ડાર્ક ખંડને પાર કરનાર પ્રથમ યુરોપીયન હતા.