બાળક નાં મોંઢામાં માતાએ જોયું બ્રહ્માંડ,જ્યારે ડોક્ટર પાસે તપાસ કરાવી તો આવ્યું મોટું રહસ્ય…..

ઈંગ્લનેડમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.આ બનાવ જે ઈંગ્લનેડના એસેક્સમાં રહેતી એક 24 વર્ષની મહિલા સાથે બની છે.આ મહિલાને તેના બાળકના મોઢામાં તાળવાની અંદર કાણું જોવા મળ્યું હતું જે એક બ્રહ્માંડ જેવું લાગી રહ્યું હતું. અને આને જોઈને આ મહિલા ઘણી ગભરાઈ ગઈ હતી.જો કે આ મહિલા તેના 10 મહિનાના પુત્ર હાર્વેનું ડાયપર બદલી રહી હતી.ત્યારે તેની નજર બાળકના મોઢાની અંતર તાળવા પર પડી ત્યારે તેણે હાર્વેના મોઢાની અંદર તાળવામાં કઈંક જોયું.

જો કે આ મહિલા ગભરાઈ જતા તેના બાળકને લઈને તરત જ હોસ્પિટલ પહોંચી ગઈ હતી,પરંતુ ત્યાં જે હકીકત સામે આવી તે જોઈને તે આશ્ચર્યમાં પડી ગઈ હતી.જો કે આ મહિલાએ તેણે નજીકથી જોયું તો તેને તે કાણા જેવું લાગ્યું.

જ્યારે બેકીએ હાર્વેનું મોઢું અડવાની કોશિશ કરી તો તે રડવા લાગ્યો. ત્યારબાદ તેનો જીવ અદ્ધર થઈ ગયો.તે હાર્વેના પિતાને બોલાવીને લાવી અને બંનેએ ટોર્ચની મદદથી જોવાનો પ્રયત્ન કર્યો.પણ તેમને કશું સમજમાં આવ્યું નહીં.તેને સમજ નહતી પડતી કે તે શું કરે.

અમે હોસ્પિટલ પહોંચીને જ્યારે નર્સને આ વાત જણાવી તો તે પણ થોડા સમય માટે ગભરાઈ ગઈ પણ જ્યારે તેણે ધ્યાનથી હાર્વના મોઢાની અંદર જોયું તો બધુ સ્પષ્ટ થઈ ગયું.અને નર્સે જ્યારે ચેકઅપ કર્યું તો જોવા મળ્યું કે જેને બેકી કાણું સમજતી હતી.

તે હકીકતમાં તો એક સ્ટિકર હતું.ત્યારબાદ નર્સે પોતાની એક આંગળી બાળકના મોઢામાં નાખી અને સ્ટિકર બહાર કાઢ્યું.જો કે આ નર્સે જેવું સ્ટિકર બહાર કાઢ્યું કે બધાના ચહેરા પર હાસ્ય છવાઈ ગયું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »