એકસાથે બંને પત્ની પ્રેગ્નેન્ટ થતાં પહેલાથી જ ચર્ચામાં રહેલો યૂટ્યૂબર અરમાન મલિક,હવે કર્યા ત્રીજા લગ્ન?…..

ફેમસ યુટ્યુબર અરમાન મલિક આજકાલ જબરદસ્ત ચર્ચામાં છે.અરમાન હાલમાં જ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર એકસાથે અનેક ફોટોઝ શેર કર્યા હતા.આ ફોટોઝમાં યુટ્યુબરની બંને પત્નીઓ કૃતિકા મલિક અને પાયલ મલિક પોતાના બેબી બંપ ફ્લોન્ટ કરતા જોવા મળી.

તે બાદ પહેલા તો કેટલાંક લોકો તે વાતથી દંગ રહી ગયા કે અરમાને બે લગ્ન કર્યા છે,અને જે લોકો તેના વિશે પહેલાથી જ જાણતા હતા તે એ વાતથી ચોંક્યા કે આખરે તેની બંને પત્નીઓ એકસાથે કેવી રીતે પ્રેગનેન્ટ થઇ ગઇ?

જોતજોતામાં જ મામલો એટલો આગળ વધી ગયો કે ખુદ અરમાન મલિક,કૃતિકા મલિક અને પાયલ મલિકે આખરે સામે આવવુ પડ્યુ.આ મામલો હજુ શાંત થયો ત્યાં યુટ્યુબરના ત્રીજા લગ્નને લઇને સમાચાર સામે આવી રહ્યાં છે.

અરમાન મલિકે યુટ્યુબ ચેનલથી શેર કરેલો એક વિલોગ આજકાલ ચર્ચામાં છે.હાલમાં જ શેર કરવામાં આવેલા આ વીડિયોના ડિસક્રિપ્શનમાં લખ્યુ છે,ત્રીજી વાઇફ બોલશે દુનિયા.પછી શુ હતુ,આ ડિસક્રિપ્શનને વાંચ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સની આંખો ફાટી રહી ગઇ.

આ ઉપરાંત અરમાને હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તે એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યો છે. તેવામાં બધાના મનમાં એક જ સવાલ હતો કે શું અરમાન મલિક હવે ત્રીજા લગ્ન કરવા જઇ રહ્યો છે?

તમને જણાવી દઇએ કે આ સવાલનો જવાબ અરમાન મલિકના તે જ વ્લોહમાં હતો.યુટ્યુબરે બે-બે પત્નીઓ હોવા છતા ત્રીજા લગ્નની શી જરૂર છે પરંતુ પહેલા બે લગ્નની જેમ તેના આ ત્રીજા લગ્ન અસલ નથી.

 

 

View this post on Instagram

 

A post shared by Armaan Malik (@armaan__malik9)

હકીકતમાં,આ વીલોગ અરમાનના લેટેસ્ટ સોન્ગ કુછ રાતેં ના શુટિંગ દરમિયાનનો છે.સોન્ગમાં યુટ્યુબર સાથે મિસ્ટ્રી ગર્લ અને એક્ટ્રેસ તાન્યા પણ લીડ રોલમાં જોવા મળશે.વ્લોગમાં તાન્યા યલો સાડી અને લાલ ચૂડામાં જોવા મળી રહી છે.તે આવીને કહે છે,અમારા લગ્ન થયા છે,મ્યૂઝિક વીડિયોમાં. તાન્યાની આ વાત સાંભળ્યા બાદ અરમાન મલિક પણ પોતાની હસી ન રોકી શક્યો,તે કહે છે કે,શૉક ન થાઓ.આ મ્યૂઝિક વીડિયોને જરૂર જુઓ.

જણાવી દઇએ કે અરમાને વર્ષ 2011માં પાયલ સાથે લગ્ન કર્યા હતા.જો કે તેના આશરે 7 વર્ષ પછી 2018માં તે પાયલની જ બેસ્ટ ફ્રેન્ડ કૃતિકા સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો.તેને લઇને પાયલ મલિકે પોતાના એક વીડિયોમાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે જે સમયે તેને કૃતિકા અને અરમાનના રિલેશન વિશે જાણ થઇ હતી,તે સમયે તે બધુ છોડીને પિયર ચાલી ગઇ હતી.જો કે પછી તે વધુ સમય સુધી અરમાનથી દૂર ન રહી શકી અને પછી તેણે કૃતિકાને પણ અપનાવી લીધી.આજે ત્રણેય ખુશીથી સાથે રહે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »