ઘોળ કળીયુગ:શિયાળાની કાતિલ ઠંડીમાં વધુ એક જગદંબા ને કોણ ત્યજી ગયુ.રાણપુરમાંથી મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી,પોલીસે બાળકીનું નામ ખુશી જાહેર કર્યુ.ભાદર નદીના કાંઠેથી તાજી જન્મેલી બાળકી મળી આવી,જીલ્લા પોલીસ વડા બાળકી પાસે દોડી આવ્યા હતા
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાદર નદીના સામે કાંઠેથી આજરોજ બપોરના 12:30 વાગ્યાની આસપાસ ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી મળી આવતા સમગ્ર પંથક સહીત જીલ્લામાં ચકચાર મચી ગયેલ છે.બપોરના 12:30 વાગ્યાની આસપાસ ભાદર નદી ને સામે કાંઠે કબ્રસ્તાન તરફ જવાના કાચા રસ્તે દિવાલ પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવી હતી.
આ ઘટનાની જાણ લોકોને થતા લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા.જ્યારે આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.108 ને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચી હતી.અને બાળકીને એમબ્યુલન્સ મારફતે રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી જ્યા ફરજ પરના ડોક્ટરો બાળકી ની તપાસ કરતા બાળકી એકદમ સ્વસ્થ હોવાનુ જણાવ્યુ હતુ.
આ ઘટનાને લઈને જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા એસ.ઓ.જી.ટીમ,એલ.સી.બી.ટીમ સહીતનો પોલીસ કાફલો રાણપુર દોડી આવ્યો હતો અને બાળકી જે સ્થળેથી મળી તેની તપાસ કરી જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી નવજાત બાળકી ના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે.ગુજરાતમાં વધુ એક બાળકી ને ત્યજી દીધેલી હાલતમાં બોટાદ જીલ્લાના રાણપુરમાંથી મળી આવતા નવજાત બાળકીના માતા-પિતા ઉપર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.
જ્યારે બોટાદ જીલ્લા પોલીસ વડા દ્વારા ત્યજી દેવાયેલી નવજાત બાળકી નું નામ ખુશી જાહેર કરવામાં આવ્યુ હતુ હાલ આ બાળકી એકદમ સ્વસ્થ છે અને રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવી છે અને પોલીસ સ્ટાફ અને હોસ્પિટલ નો સ્ટાફ આ નવજાત બાળકી ની સંભાળ રાખી રહ્યા છે અને પોલીસે બાળકી ના માતા-પિતા ની શોધખોળ કરવા ચક્રોગતિમાન કર્યા છે બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા નવજાત બાળકી નું નામ ખુશી પાડવામાં આવ્યુ હતુ.. રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર