15 વર્ષના અબજોપતિ બાળક પાસે છે ફરારી,પ્રાઇવેટ જેટ અને બીજું ઘણું બધું..જાણો ક્યાંથી કમાયો…….
આજના સમયમાં, જેની પાસે પૈસા છે તે જ અસલી સિકંદર છે અને તેના પાસે વિશ્વની દરેક શક્તિ હોય છે.દોલતની તાકાત તેને પૂછો જેની પાસે પૈસા નથી અને જેઓ એક એક રૂપિયા માટે તડપે છે.પરંતુ હવે,અમે તમને એક એવા બાળક વિશે જણાવી રહ્યા છીએ,જેના શોખ તમને આશ્ચર્યચકિત કરી દેશે અને આ 15 વર્ષના અબજોપતિ બાળક પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ છે.
તો ચાલો,જાણીએ આ બાળક કોણ છે?૧૫ વર્ષના અબજોપતિ બાળકની પાસે છે પોતાનું પ્રાઇવેટ જેટ ઘણા લોકોનું સપનું હોય છે કે તેઓ,સેલિબ્રિટીને મળે.તેમની પાસે ઘણા બધા પૈસા હોય અને તેમને ભણાવવા માટે સ્કૂલ ઘરે આવે છે.કઈક આવી જ જીંદગી,દુબઈમાં રહેતા ૧૫ વર્ષના રાશિદ બેલ્હાસાનીની છે,જેને સપનાં દેખાય તે પહેલા જ પૂરા થઇ જાય છે.રાશિદને ઘણીવાર બોલિવૂડ અને હોલીવુડ સ્ટાર્સ સાથે સમય વિતાવવો અને ફોટોગ્રાફ્સ લેવાનો ઘણો શોખ છે.
દુબઈના રહેવાસી અને મની કિક્સના નામથી ઓળખાતા રાશિદ દુબઈના કન્સ્ટ્રક્શન બિઝનેસમેન અબજોપતિ સૈફ અહમદ બેલ્હાસાનો એકમાત્ર પુત્ર છે.આને કારણે જ,તેની રહેણી કહેણી ખૂબ જ અલગ છે.જે ઉંમરે બાળકોને અભ્યાસ અંગેની ચિંતા હોય છે ત્યારે રાશિદ વિશ્વભરની મોટી મોટી હસ્તીઓ જોડે હેંગઆઉટ્સ કરતો દેખાય છે.
રાશિદ સલમાન ખાનનો ખૂબ જ મોટો ફેન છે અને જ્યારે સલમાન દુબઈ જાય છે ત્યારે રાશિદ તેમને અવશ્ય મળવા જાય છે.રાશિદે સલમાન ખાન સાથે ઘણી તસવીરો શેર કરી છે અને રાશિદની યુટ્યુબ ચેનલ મની કિકસ તરીકે લોકપ્રિય છેજેમાં રાશિદે સલમાન સાથેનો વીડિયો પણ શેર કર્યો છે. રાશિદ ઘણી વખત મુંબઈની મુલાકાત લઈ ચૂક્યો છે અને ઘણી વાર સલમાન ખાનને પણ મળ્યો છે.રાશિદ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક,ટ્વિટર અને યુટ્યુબ પર ખૂબ એક્ટિવ રહે છે.
એક ઇન્ટરવ્યૂમાં રાશિદે કહ્યું હતું કે અમેરિકન રેપર વિજ ખલીફા તેનો સારો મિત્ર છે અને તે બધા તેના ફાર્મ હાઉસ પર ફરવા માટે જાય છે.કેટલીકવાર તે વ્યસ્ત હોવાને કારણે સેલિબ્રિટીઓને પણ ના પાડી દે છે.ઇન્સ્ટાગ્રામ પર તેના 8 લાખ ફોલોઅર્સ છે.તેના દ્વારા તેની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.તેના પિતાએ રાશિદને એક પ્રાઇવેટ જેટ પણ આપ્યુ છે,જે લઈને રાશિદ ફરવા જાય છે.
તેની પાસે એર જોર્ડનનાં ૭૦ જોડી પગરખાં છે.તે એક ફેશન લાઇનો સહ-માલિક પણ છે જ્યાં ઘણા સ્ટાર પોતાના માટે કપડાં ખરીદવા આવે છે.પ્રાઇવેટ જેટમાં મુસાફરી કરતી વખતે રાશિદે ઘણી વખત ફોટા પણ શેર કર્યા છે અને તેની પાસે ફરારી કાર પણ છે.તેને સ્નીકરનો ખૂબ શોખ છે અને એટલું જ નહીં રાશિદ પોતે એક ઓનલાઇન શોપિંગ સ્ટોરનો માલિક પણ છે.