6 વર્ષની બાળકીએ પોતાની કમાણીથી ખરીદ્યું 55 કરોડનું ઘર,દર મહિને કમાય છે અધધધ રૂપિયા…

બાળપણ એ એક એવું સ્ટેજ છે જ્યા આપણે બધાં ખુલ્લેઆમ આપણા જીવનનો આનંદ માણીએ છીએ.આ ઉંમરે,આપણા પર જવાબદારી પૂરી કરવાનું અથવા પૈસા કમાવવાનું ટેન્શન નથી હોતું.આપણને કંઇપણ જોઈએ,તો પછી આપણે તે વાત માતા અને પિતાને કહીએ છીએ.

જરા વિચારો કે,જ્યારે આપણે બાળક હતા,ત્યારે આપણે મમ્મી પપ્પા સાથે મહિનાની કેટલીક પોકેટમની લેતા હતા. ઉદાહરણ તરીકે,50 રૂપિયા.બસ આમાં જ આપડો આખો મહિનો નીકળી જતો હતો.કેટલાક લોકોને આનાથી ઓછા પૈસા મળતા હતા.

પરંતુ આપણે 50 પૈસાની પેપ્સી લઈને કે થોડી ચોકલેટ ખાધા પછી ખુશ થઈ જતા હતા.જો કે આજે અમે તમને એક એવી છોકરીનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ,જે ફક્ત 6 વર્ષની છે,પરંતુ તેણીએ પોતાની આવકથી 55 કરોડનો બંગલો ખરીદ્યો છે.

55 કરોડની રકમ સાંભળીને તમારામાંથી ઘણા હચમચી ગયા હશે.મતલબ કે મોટામાં મોટા માણસોને પણ આટલું બધું કમાવવામાં પરસેવો નીકળી જાય છે,તો પછી 6 વર્ષની છોકરી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા?તો ચાલો જાણીએ.

આ 6 વર્ષની છોકરી યુ-ટ્યુબર છે.આનો અર્થ એ છે કે આ છોકરીએ યુટ્યુબ પર વિડિઓઝ બનાવીને પૈસા કમાયા છે. તમારી માહિતી માટે અમે તમને કહી દઈએ કે તમે યુ ટ્યુબ પર વધુ સબ્સ્ક્રાઇબર્સ અને વધુ વ્યુની મદદથી સારી કમાણી કરી શકો છો.

અમે અહીં જે 6 વર્ષીય છોકરીની વાત કરી રહ્યા છીએ,તેનું નામ બોરમ છે.બોરમ દક્ષિણ કોરિયાના સિયોલમાં રહે છે. બોરમના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.બાળકો ખાસ કરીને આ વીડિયો જોવાનું પસંદ કરે છે.

ખરેખર બોરમ યુ ટ્યુબ પર રમકડાંના રિવ્યુ આપે છે.તે પોતાની નિર્દોષ અને રમતિયાળ અદાથી તે બાળકોને કહે છે કે રમકડું કેવુ છે.બોરમ પાસે યુટ્યુબ પર બે ચેનલો છે જેના નામ બોરમ ટ્યુબ ટોયઝ રીવ્યુ અને બોરમ ટ્યુબ વ્લોગ છે.આ વીડિયો દ્વારા તેણીએ આટલી નાની ઉંમરે ખૂબ પૈસા કમાયા છે.તેની આ ચેનલો કોરિયાની સૌથી વધુ નફો કરનાર યુટ્યુબ ચેનલોમાંથી એક છે.

તમે તેમની કમાણીનો અંદાજ એ પરથી લગાવી શકો છો કે 6 વર્ષની બોરમે પોતાના પૈસાથી સિઓલના ગંગનામ વિસ્તારમાં 5 માળનું એક મકાન ખરીદ્યું છે.આ છોકરીએ,આ મકાન 55 કરોડ રૂપિયામાં ખરીધ્યું છે.મળતી માહિતી મુજબ,બોરમનું આ નવું મકાન 2780.32 ચોરસ ફૂટનું છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે બોરમ 6 વર્ષની ઉંમરે યુટ્યુબ દ્વારા દર મહિને લગભગ 3.1 મિલિયન ડોલર એટલે કે લગભગ 21 કરોડ રૂપિયા કમાય છે.તેના વીડિયોને, લોકો ખૂબ પસંદ કરે છે.રમકડાંના અનબોક્સિંગ ઉપરાંત,તેણી તેના રોજિંદા જીવનની થોડી ક્ષણો પણ રેકોર્ડ કરે છે,અને તેને તમે બોરમ ટ્યુબ વ્લૉગ પર જોઈ શકો છો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »