યુવાન પૌત્ર અને પૌત્રી ની 70 વર્ષીય દાદી છે સુપર મોડલ,જીવે છે લક્ઝરી લાઇફ…

કહેવાય છે કે,જો કંઇ ઠાની લો તો તેને પામવા માટે તમને કોઇ ન રોકી શકે.કંઇ એવી જ રીતે હોલીવુડની સુપરમોડલ બવર્લી જોનસને પોતાનું નામ કર્યું છે.બવર્લી જોનસન સ્વિમિંગમાં માહેર છે.તેની પાસે લોની ડિગ્રી પણ છે,પણ કદાચ તેના નસીબમાં કંઇ બીજુ જ લખ્યું હતું.

70ના દાયકામાં તેણે મોડલિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.એ સમયે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ફેર સ્કિન અને બ્લૂ આઇઝ વાળી મોડલ્સને જ પસંદ કરવામાં આવતી હતી.બવર્લી માટે સફરની શરૂઆત મુશ્કેલ તો રહી પણ તેણે પોતાની જગ્યા બનાવી જ લીધી.

જોકે, કેટલીક ફેશન ડિઝાઇનર્સે તેને રિજેક્ટ કરી અને કહ્યું કે,તુ પોતાને સમજે શું છે? પણ બવર્લીએ કોઇના પણ કહેવા પર ધ્યાન ન આપ્યું.હેટર્સે નફરત કરવા માટે તેની પાસે સમય જ નથી.પોતાના સમયનો તેણે સારો ઉપયોગ કર્યો અને મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ કમાવાનું શરૂ કરી દીધું.તેના માટે બવર્લીએ થોડું પ્લાનીંગ કર્યું.પોતાની નેટવર્ક એજન્સી બદલી,ટીમ બદલી અને ધીમે ધીમે ઉંચાઇઓ પર જવા લાગી.

આજે બવર્લી 70 વર્ષની થઇ ગઇ છે.ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે.રિયલ લાઇફમાં તે ઘણી ગ્લેમરસ છે.ફિટનેસ અને ટોન્ડ ફિગર મેન્ટેન કરવના મુદ્દે તે સારી સારી મોડલને ટક્કર આપે છે.દિવસની શરૂઆત મેડિટેશન, ક્રોસ ટ્રેનિંગ અને યોગથી કરે છે.ત્યાર બાદ નાસ્તામાં ફક્ત હુંફાળુ લીંબુ પાણી અને સ્ટ્રોબેરી ખાય છે.બપોરે અને રાતે જમવામાં મીટ અને બાફેલા શાકભાજી લે છે.પણ કંઇપણ મીઠું ખાવાથી દૂર રહે છે અને હંમેશા યોગર્ટ ખાવાનું પસંદ કરે છે.તે સિવાય બવર્લી એક દિવસ પોતાનો ચીટ ડે પણ રાખે છે,જેમાં તે બટર પોપકોર્નથી પોતાની ક્રેવિંગને પૂરી કરે છે.

70 વર્ષની ઉંમરમાં બવર્લીની સ્કિન ઘણી ટાઇટ નજરે પડે છે.તેનું કારણ છે તેની સ્કિન ટ્રીટમેન્ટ.સર્જરીઝથી તેણે પોતાની સ્કીનને મેનટેન રાખી છે.1952ના ઓક્ટોબર મહિનામાં જન્મેલી બવર્સી એન જોનસન એક અમેરિકન મોડલ,એક્ટ્રેસ,સિંગર અને બિઝનેસ વુમન છે.1974માં તે પહેલી આફ્રિકન અમેરિકન મોડલ બની હતી,જે અમેરિકન વોગના કવર પેજ પર આવી હતી. પહેલી બ્લેક વુમન હતી,જે ફ્રેન્ચ એલ મેગેઝીનના કવર પેજ પર વર્ષ 1974માં દેખાઇ હતી.

બવર્લીએ બે વખત લગ્ન કર્યા છે.વર્ષ 1971માં રિયલ એસ્ટેટ એજન્ટ બિલી પોર્ટર સાથે તેના પહેલા લગ્ન થયા હતા.એ સમયે તે 19 વર્ષની હતી.જોકે,લગ્નના ત્રણ વર્ષ પછી બવર્લીના બિલ સાથે છુટાછેડા થયા હતા.ત્યાર બાદ 25 વર્ષની ઉંમરમાં બવર્લીએ બીજા લગ્ન કર્યા.મ્યુઝઇક પ્રોડ્યુસર ડેની સિમ્સ સાથે તેની એક દિકરી પણ છે,જેનું નામ અનન્સા છે.બે વર્ષ પછી ડેની અને બવર્લી અલગ થઇ ગયા.

બવર્લીના બીજા લગ્ન પણ સક્સેસફુલ ન રહ્યા.વર્ષ 1995માં બવર્લીએ એક્ટર ક્રિસ નોર્થને પાંચ વર્ષ સુધી ડેટ કર્યો.પછી બવર્લીએ ક્રિસ પર ઘરેલુ હિંસા અને રેશિયલ અબ્યુઝનો આરોપ લગાવ્યો.ક્રિસ વિરૂદ્ધ બવર્લીએ પોલીસમાં કમ્પ્લેન્ટ કરી.બવર્લી દિકરી અનન્સા સાથે સારું બોન્ડ શેર કરે છે.

અનન્સાની વાત કરીએ તો વર્ષ 2010માં અનન્સાએ ડેવિડ પેટરસન સાથે લગ્ન કર્યા હતા.તેના એક દિકરી અને બે દિકરા મળીને 3 સંતાન છે.વર્ષ 2017માં બન્ને અલગ થઇ ગયા.ત્યાર બાદ અનન્સા બોયફ્રેન્ડ મેટ બારન્સ સાથે લિવઇનમાં રહેવા લાગી,તેની સાથે તેનો એક દિકરો છે.વર્ષ 2018માં અનન્સાએ દિકરાને જન્મ આપ્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »