જમાઈને સાસરી માં સાસુ એ બોલાવીને જમાડ્યા 173 જાતનાં પકવાન, સાસુ એ કર્યાં આટલાં દીવસ સુધી તૈયાર…

દિકરીનો પતિ એટલે કે,ઘરના જમાઇનું સ્વાગત અને સન્માન ભારતીય પરિવારોમાં ખાસ સ્થાન રાખે છે.ઉત્તર હોય કે દક્ષિણ અને પૂર્વ હોય કે પશ્ચિમ,દેશના દરેક હિસ્સામાં સાસરા વાળા પોતાની ક્ષમતાથી ઉપર જઇને જમાઇનું સ્વાગત કરે છે અને જોગવે છે.એમ કહી શકાય કે,બીજા સગા સંબંધીઓની સરખામણીમાં ઘણા જમાઇ પોતાનો દિકરીના ઘરમાં એક વિશેષ દરજ્જો હોય છે.હાલમાં જ આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાથી પણ એક જમાઇના સ્વાગત સત્કારમાં 173 પકવાન પરોસવામાં આવ્યા હતા.

એ જિલ્લામાં ભીમાવરમનો આ કિસ્સો છે.એ વિસ્તારમાં એક વ્યવસાયી ટાટાવર્તી બદ્રીએ પોતાના હૈદરાબાદ નિવાસી જમાઇ ચાવલા પૃથ્વીગુપ્ત અને દિકરી શ્રી હરિકાને સંક્રાંતિના પર્વના અવસર પર આમંત્રિત કર્યા હતા અને પોતાના ઘરે જ 173 પ્રકારના વ્યંજનો પોતાના દિકરી જમાઇની સમક્ષ રજૂ કર્યા હતા.

સસરા બદ્રીએ કહ્યું કે,મારી દિકરી શ્રી હરિકા અને જમાઇ ચાવલા પૃથ્વીગુપ્ત ગયા બે વર્ષથી કોવિડ 19ના પ્રતિબંધોના કારણે અમારા ઘરે આવી નહોતા શક્યા.આ બે વર્ષોમાં અમે પોતાની દિકરી અને જમાઇની સાથે મકરસંક્રાંતિનો તહેવાર પણ ન ઉજવી શક્યા હતા.પણ આ વર્ષે અમે સાથે આ તહેવારની ધામધૂમથી અને ઉત્સાહ સભર ઉજવણી કરી હતી.

ટાટાવર્તી બદ્રી અનુસાર,તેની પત્ની આ દરેક 173 પ્રકારના પકવાનોને તૈયાર કરવા માટે છેલ્લા ચાર દિવસથી કામ કરી રહી હતી.જ્યારે,મકરસંક્રાંતિના શુભ અવસરના આગમન પર અમે પોતાના દિકરી જમાઇને આમંત્રિત કર્યા અને તેમને દરેક વ્યંજન પરોસ્યા હતા.

બદ્રીની પત્ની સંધ્યાએ કહ્યું કે,જમાઇ માટે તૈયાર કરવામાં આવેલા આ ખાસ વ્યંજનોમાં ભજિયા,પુરી,કરાલે,હલવો,પાપડ,અથાણું,અનેક પ્રકારના મિષ્ટાન્ન અને અલગ અલગ પ્રકારની મિઠાઇ,મુખવાસ,પાન,ગોલી સોડા વગેરે પણ શામેલ હતા.દિકરી તેના પિયર તરફથી કરવામાં આવેલું તેમનું આ પ્રકારનું સ્વાગત સત્કાર જોઇને અત્યંત ખુશી અનુભવી રહી હતી અને દરેકે ડાઇનિંગ ટેબલ પર સાથે બેસીને આ બધા વ્યંજનોનો આનંદ માણ્યો હતો અને તહેવારની ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »